November 25, 2024

Kutch: કચ્છ સરહદ પર ડીહાઈડ્રેશનની અસર બાદ બે જવાનના મોત

Indian Army: કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોત થયા છે. કચ્છના દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 6 જવાન ડીહાઈડ્રેશનનો શિકાર બન્યા હતા. આ ઘટના લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે બની હતી. જેમાંથી એક જવાન અને અધિકારીનુ મોત થયું છે. આ ઘટના અંગે બીએસએફ વધુ તપાસ કરશે. જોકે હાલમાં બંને મૃતદેહોને ભુજની સરકારી હોસ્પિટલમાં રખાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ સરહદે આવેલ ખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે બે સુરક્ષા જવાનના મોત થયા છે. અહીં દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે 6 જવાનો બીમાર પડ્યા હતા. આ 6 જવાનોમાંથી એક જવાન અને એક અધિકારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પોરબંદરમાં અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો, વરસાદી આફતે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા

નોંધનીય છે કે, સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળતાં ભારે ગમગીમ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના પર બીએસએફ વધુ તપાસ કરશે. આ સાથે બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ભારતીય સેનાના બે જવાનો શહીદ થતા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.