અમેરિકાએ 1000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા કર્યા રદ, જેમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓ…!

America: અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) એ એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે જે અમેરિકન વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે તેમાંથી 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓ હતા. આ તપાસ ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દરમિયાન થયેલા 327 વિઝા રદ કરવાના કેસ પર હાથ ધરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું કે ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ત્યારબાદ ચીન આવે છે, જ્યાં 14 ટકા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોના વિઝા રદ કરવામાં આવ્યા હતા તેમાંથી અડધાથી વધુ એવા વિદ્યાર્થીઓ હતા જેઓ વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પર હતા. આનો અર્થ એ થયો કે તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને અમેરિકામાં કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: અપહરણ, ઢોર માર માર્યો…. બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની ક્રૂર હત્યા
રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે વિઝા રદ કરવા પાછળ હંમેશા કોઈને કોઈ કારણ હોય છે અને તેનું સૌથી મોટું કારણ રાજકીય વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાનું હોઈ શકે છે. રિપોર્ટ દર્શાવે છે કે તપાસ કરાયેલા 327 કેસમાંથી, ફક્ત બે વિદ્યાર્થીઓનો જ આવા રાજકીય વિરોધનો ઇતિહાસ હતો.
વકીલોના સંગઠને જણાવ્યું હતું કે 86% વિદ્યાર્થીઓએ પોલીસ સાથે કોઈ પ્રકારની વાતચીત કરી હોવાનો અહેવાલ આપ્યો હતો, પરંતુ આમાંથી 33% કેસ પાછળથી રદ કરવામાં આવ્યા હતા. તેમની સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યો ન હતો કે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ સાથે વાત કરનારા બે વિદ્યાર્થીઓ ઘરેલુ હિંસાના કેસોમાં ફરિયાદી હતા, એટલે કે તેઓ પોતે પીડિત હતા. બાકીના કેટલાક વિદ્યાર્થીઓ પર ઝડપથી વાહન ચલાવવાના અથવા નાના પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસ નોંધાયા હતા.