મહેમદાવાદની મેશ્વો નદીમાં નાહવા ગયેલ 5 બાળકીઓ પાણીમાં ડૂબી, 2નાં મૃતદેહ બહાર કાઢ્યા

ખેડા: મહેમદાવાદની મેશ્વો નદીમાં નાહવા ગયેલ 5 બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. કનીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં બે મૃતક બાળકીઓને બહાર કાઢવામાં આવી છે. 5 જેટલી બાળકીઓ નદીમાં નાહવા પડી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

મહેમદાવાદ મામલતદાર પોલીસ સ્ટાફ સહીતની ટીમ ઘટના સ્થળે પોંહચી છે. ત્યારે વધુ મૃતદેહને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.