December 19, 2024

સામાન્ય સ્થિતિમાં માર્કેટ શરૂ

સ્ટોક માર્કેટની આજે શરૂઆત સપાટ રહી છે. સેન્સેક્સ 10.86 અંક એટલે કે 0.03 ટકાના વધારા સાથે 72,064.49ના સ્તર પર કરોબાર કરી રહ્યું છે, જ્યારે નિફ્ટી 14.55 અંક એટલે કે 0.03 ટકાના વધાસા સાથે 21,860.90 ના સ્તર પર કરોબાર કરી રહ્યું છે.

UBSએ IndiGoને ખરીદવાનો વિચાર રજૂ કર્યો છે. જેમાં સ્ટોકનો લક્ષ્યાંક 3900 રુપિયા સુધીનો રાખ્યો છે. બધા જ સ્તર પર ત્રિમાસિક પરિણામો સારા આવ્યા છે.ગ્લોબલ માર્કેટના નહીં નફા નહીં નુકસાન સાથેના પરિણામની અસર ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી છે. એશિયામાં Mixed કામકાજ થઈ રહ્યા છે. Gift Bifty ફ્લેટ જોવા મળી રહ્યા છે. US Futuresને એક ચોથાઈ ટકા જેટલું નીચે ગયું છે. ટેક કંપનીઓએ સારા પરિણામો અને મજબુત જોબ ડેટાના કારણે શુક્રવારે અમેરિતાનું શેર માર્કેટ રેકોર્ડ સ્તર પર બંધ રહ્યું હતું. જેની વચ્ચે 7% GDP ગ્રોથ મેળવવો કોઈ મોટી વાત નહીં રહે.

નિફ્ટીમાં છેલ્લા 2 અઠવાડિયામાં 2.38 ટકા મજબુતી જોવા મળી છે. 2 ફેબ્રૂઆરીના બંધ થતા માર્કેટ સમયે બુલ્સનો પલડો વધારે ભારી દેખાઈ રહ્યો હતો. પ્રોફિટ-બુકિંગથી હાયર લેવલ સુધી બધુ અનિશ્ચિત દેખાઈ રહ્યું હતું. નિફ્ટીનું આ પર્ફોમન્સ ઓલ ટાઈમ હાઈ પર શૂટિંગ સ્ટાર જેવા પેટર્ન જેવું દેખાઈ રહ્યું છે. નિફ્ટીના ભરોસાની સાથે 22,100ની ઉપર બંધ થવા પર જ બીજી વખત પ્રાઈમરી- અપટ્રેડની શરૂઆત થશે.

બીજી તરફ જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે વિલયનો સોદો રદ્દ થયા બાદ જે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. તેમાં સોનીને સિંગાપુર ઈન્ટરનેશનલ ઓર્બિટ્રેશન સેન્ટરથી પહેલો ઝટકો લાગ્યો છે. જેમણે વિલય યોજનાને લાગુ કરવા માટે નિર્દેશ માટે NCITમાં જવાથી રોકવા માટે સોની સમૂહની યાચીકાને ખારીજ કરી છે.