July 4, 2024

ગુજરાતના આ મંદિરમાં શિવ નહીં પણ શક્તિની થાય છે પૂજા

પ્રવિણ પટવારી, નર્મદા: સમગ્ર દેશ ભરમાં આજે શિવરાત્રિના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. આજે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વારાણસી, ઉજ્જૈન, આંધ્રપ્રદેશના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આમ તો શિવરાત્રિએ શિવની પુજા થતી હોયછે પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાયછે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાત સહીત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.

શિવરાત્રિ એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહીં નર્મદા જીલ્લામાં મહાશિવરાત્રિનએ શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો ચાર દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે અને કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે. બાઘા આખળીપુરી કરે છે. ઈ.સ. પુર્વે સન 1085 માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્રારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્રારા જ અહીં શિવરાત્રિએ પૂજન કરાય છે, નૈવેઘમાં આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘીઅને દેશી દારૂ સહિત જે માનતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે અને પ્રસાદરૂપે મળેલ વસ્તુને બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે.

અડગ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે વસ્તુ ચઢાવવાથી બારેમાસ સુખસમૃદ્ધિ મળે છે અને તેના કારણે જ દૂરદૂરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુર્ણ કરે છે. નીત નવા વસ્ત્રાોનો શૃંગાર કરી મેળાનો આનંદ માણે છે.

અનાદિકાળના પૌરાણિક જંગલમાં રૂષીમુની સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમામાં પાંડોરી બિરાજમાન છે. આ પાંડોરી માતાને આદિવાસીઓમા મેરાલી, માતા યાહામોગીઅથવા યાહા મોગરાઇ માતાના નામથી સંબોધે છે. વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલા મકાન જેવુ હતુ. આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામા આવ્યુ છે.

પાંડોરી માતાનો અર્થ
પાંડોરીનો અર્થ ઝગારા મારતું હોય તેવું થાય છે. પાંડોરી માતા જ્યારે કાકડાંના ઝાડના થડમાં પ્રગટ થયા ત્યારે અલૌકિક પ્રકાશ પ્રગટ્યો હતો. આ કારણોસર માતાને પાંડોરી માતા તરીકે ઓળખવામાં આવે છે.