December 26, 2024

પેરાગ્લાઈડિંગ માટે ભારતની આ 5 બેસ્ટ જગ્યાઓ વિશે જાણો

નવી દિલ્હી: બહું બધા લોકોને એડવેન્ચર એક્ટિવિટીનો ખુબ જ શોખ હોય છે. આ માટે ભારતના અનેક પર્યટન સ્થળો પર એડવેન્ચર એક્ટિવિટી થતી હોય છે. જેમાં બંજી જમ્પિંગ , રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ જેવી અનેક એક્ટિવિટીઓ લોકો કરતા હોય છે. આ તમામ એક્ટિવિટીઓ માટે ભારતમાં અનેક જગ્યાઓ ખુબ જ જાણીતી છે. તો આજે આપણે વાત પેરાગ્લાઈડિંગ વિશે કરવા જઈ રહ્યા છીએ. જેમાં ભારતની એવી ઘણી ડેસ્ટિનેશન ફેમસ છે જ્યાં પેરાગ્લાઈડિંગ થાય છે.

એડવેન્ચર એક્ટિવિટી હંમેશા મસ્તી, મજા અને રોમાંચથી ભરેલી હોય છે. તેમાં પણ પેરાગ્લાઈડિંગની વાત અલગ જ છે. તમારે જીવનમાં એક વખત તો જરૂર પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ. આ એક્ટિવિટી કરતા સમયે તેમને એવો અનુભવ થાય છે કે તમારી પાંખો આવી ગઈ હોય. જો તમે પણ આકાશમાં ઉડવાના સમયને સાકાર કરવા માંગતા હો તો પહોંચી જાવ ભારતની આ જગ્યાઓ પર.મનાલી
હિમાચલ પ્રદેશમાં આવેલુ મનાલી ખુબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે.જે તેના મનમોહક દ્રશ્યો અને બરફથી ઢંકાઈલા પહાડોના કારણે દિલમાં વસી જાય છે. સ્નો ફોલના સમયે મનાલીમાં ફરવાનો આનંદ કંઇક અનેરો હોય છે. આ ઉપરાંત પેરાગ્લાઈડિંગ કરવા માટે મનાલીમાં બે જગ્યાઓ ખુબ જ પ્રખ્યાત છે. સોલંગ વૈલી અને મઢી દો ફેમસ જગ્યાઓ પર પેરાગ્લાઈડિંગ થાય છે. આ જગ્યાઓ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.નૈનીતાલ
ઉત્તરાખંડમાં આવેલા નૈનીતાલને તળાવોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક બે નહીં, પરંતુ અનેક સુંદર તળાવો આવેલા છે.આ ઉપરાંત અહીં પેરાગ્લાઈડિંગ માટે પણ ખુબ જ સારી જગ્યાઓ છે. નૌકુચિયાતાલ અને ભીમતાલ જેવા ફેમસ પ્લેસ પર તમે પેરાગ્લાઈડિંગ ઉપરાંત બીજી એક્ટિવિટી કરી શકો છો.મસૂરી
ઉત્તરાખંડમાં પહાડોની રાણી એવી મસૂરી પણ ભારતના બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ તરીકે જાણીતું છે. અહીંના ઝરણાઓ અને પહાડોથી લઈને રસ્તાઓ સુધી તમારા મનને પ્રફૂલિત કરી નાખશે. અહીં તમે દહેરાદૂનની નજીકમાં મસૂરીની ફેમસ પેરાગ્લાઈડિંગ કરી શકો છો. આ ઉપરાંત તમે દહેરાદૂનના પ્રખ્યાત સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.