રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીના મામલામાં 4 આરોપીઓ જામીન મુક્ત, મુખ્ય આરોપી હજુ ફરાર

રાજકોટ: રાજકોટમાં ઋષિ વંશી સમાજ દ્વારા સમૂહ લગ્નમાં છેતરપિંડીના મામલામાં સમૂહ લગ્નના 4 આરોપીઓ જામીન મુક્ત કરાયા છે. સમાજના લોકો અને દાતાઓ પાસેથી ઉઘરાણા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
28 યુગલોને પરિવાર સાથે માંડવે બોલાવી તમામ આયોજકો રફુચક્કર થયા હતા. ત્યારે આજરોજ આરોપી મનીષ વિઠલાપરા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ, દિલીપ હરસોરા જામીન મુક્ત થયા છે. જ્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે. ચારેય આરોપીઓ પાસેથી પોલીસ કાંઈ ઓકાવી ન શકી.