ભયાનક રોડ અકસ્માતમાં 37 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત; બોલિવિયામાં 2 બસો સામસામે અથડાઈ

Bolivia: દક્ષિણ બોલિવિયામાં હાઈવે પર એક રોડ અકસ્માતમાં 37 લોકોના મોત થયા છે. લગભગ 40 લોકો ઘાયલ થયા છે. બે બસો સામસામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. સંતુલન ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે એક બસ ડિવાઈડર તોડીને બીજી લેનમાં આવીને બીજી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
પોલીસ કમાન્ડર વિલ્સન ફ્લોરેસે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એક બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે અને બીજી બસના ડ્રાઈવરની હાલત હવે સ્થિર છે. ઘાયલ લોકો પણ ખતરાની બહાર છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવીને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે અને અથડામણના ચોક્કસ કારણની શોધ ચાલી રહી છે.
ડ્રાઈવરોના આલ્કોહોલ ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
એક અહેવાલ મુજબ, પોલીસ કમાન્ડર વિલ્સન ફ્લોરેસે જણાવ્યું હતું કે આ અકસ્માત ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર થયો હતો. ઉયુનીથી લગભગ 5 કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત બસ ઓરુરો શહેરમાં જઈ રહી હતી. જ્યાં લેટિન અમેરિકાના સૌથી મોટા તહેવારોમાંનો એક પ્રખ્યાત ઓરુરો કાર્નિવલ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો: ટ્રમ્પે આપ્યો ઝટકો…. તો બ્રિટને આપ્યો સહારો, યુક્રેનને મળી અબજો ડોલરની મદદ
લોકો આ કાર્નિવલમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ કાર્નિવલમાં હજારો લોકો ભાગ લે છે. પોલીસ અધિકારીઓ બંને ડ્રાઈવરોના આલ્કોહોલ ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને આકરી સજા આપવામાં આવશે.