ભરૂચમાં 35 વર્ષના નરાધમે 72 વર્ષના વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી
Bharuch: ભરૂચમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આમોદ તાલુકાના એક ગામમાં 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે આમોદ તાલુકાના 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામમાં 35 વર્ષના નરાધમે આ કૃત્ય કર્યું છે. જોકે, આમોદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આજ નરાધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: માંગરોળ બંદરથી મળ્યુ શંકાસ્પદ કબૂતર, પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં જોવા મળ્યું લખાણ