ઉત્તર ગુજરાતમાં 102 નર્સિંગ અને 31 Msc સહિત 268 કોલેજ ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં 102 નર્સિંગ અને 31 MSC સહિત 268 કોલેજ ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં આ મુકવામાં આવી છે. સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મેળવવામાં અસફળ રહેલી કોલેજો ‘નો એડમિશન ઝોન’માં મુકવામાં આવી છે. આ વર્ષે યુનિવર્સિટી દ્વારા GCAS પોર્ટલ ઉપર ઓનલાઈન પ્રવેશ આપવાનો છે.
આ કામગીરી માટે યુનિવર્સિટી દ્વારા 700 કોલેજ પાસે સરકારની મંજૂરી, એલ આઈ સી સમિતિનો રિપોર્ટ સહિત વિગત મંગાવવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતની 700 પૈકી 268 કોલેજ દ્વારા મંજૂરી અંગેનો પત્ર રજૂ નહીં કરતા ‘નો એડમિશન ઝોન’માં મુકવામાં આવી છે. આવી કોલેજોએ યુનિવર્સિટીની શરતી મંજૂરી સાથે શરૂ થયા બાદ સરકારની મંજૂરી લેવાનું અભરાઈએ મૂક્યું હતું.