November 26, 2024

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 26 શંકાસ્પદ કેસ નોંધાયા

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 26 કેસ નોંધાયા છે, અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 3 કેસ દાખલ છે. જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 2 દર્દીની તબિયત સ્થિર છે. ત્યાં જ 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવવામાં 3 દિવસનો સમય લાગી શકે છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મુદ્દે લોકોએ સાવચેતી રાખવીની જરૂર છે. અસારવા સિવિલ મેનેજમેન્ટ દવાઓ, ઓક્સિજન સહિતના જથ્થા સાથે સજજ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ પાસે વિશેષ અનુભવી પિડીયાટ્રીક તબીબ ઉપલબ્ધ છે. જોકે લોકોએ અફવાઓ અને ગભરાવવાની જરૂર નથી તેવું પણ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું અને જો બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી સહિતના લક્ષણો જણાય તો નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવાની પણ સલાહ આપી છે.

આ પણ વાંચો: ‘ધોની અને કોહલીએ કારકિર્દી બરબાદ કરી…”, ભારતીય દિગ્ગજના ઘટસ્ફોટથી હડકંપ

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસથી કુલ 10 બાળકોનાં મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, સવારે પંચમહાલ અને બપોરે મહેસાણામાં બાળકોએ જીવ ગુમાવ્યો છે.

અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, સાબરકાંઠામાં બે અને અરવલ્લીમાં 3 બાળકોનાં ચાંદીપુરા વાયરસથી 14 નીપજ્યા છે. જ્યારે 29 શંકાસ્પદ કેસ છે. ગુજરાતના કૂલ 13 જિલ્લા આ વાયરસની ચપેટમાં આવી ગયા છે.