June 28, 2024

VIDEO: મક્કાના રસ્તા પર ગરમીના કહેરથી 23 હજ યાત્રીઓના મોત!

તીર્થયાત્રીઓની લાશો રસ્તાના કિનારા પર પડેલી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Hajj Pilgrims Death Mecca: સાઉદી અરબમાં થતી દુનિયાની સૌથી મોટી ધાર્મિક યાત્રામાંથી એક હજ યાત્રા પર આ વખતે ભીષણ ગરમી તૂટી પડી છે. હજ યાત્રા દરમિયાન ગરમીના કારણે આ વખતે ઓછામાં ઓછા 22 શ્રદ્ધાળુંઓના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધવાના કારણે સાઉદી અરબ સરકારની હજ યાત્રાની તૈયારીઓના દાવાની પોલ ખુલી ગઇ છે. આલમ એ છે કે, તીર્થયાત્રીઓની લાશો રસ્તાના કિનારા પર પડેલી હતી. રવિવારે ઝોર્ડનની સમાચાર એજેન્સીએ જણાવ્યુ કે, હજ યાત્રા પર ગયેલા દેશના 14 શ્રદ્ધાળુંનું લૂ લાગવાથી મોત થયું છે. સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગરમી લાગવાના 2700થી વધુ મામલા નોંધાયા છે.

સાઉદી સરકારની આલોચના
એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ઘણી લાશો રસ્તાના ડિવાઈડર અને ફુટપાથ પર રાખેલી નજર આવી રહી છે.આ વીડિયોને સ્વતંત્ર સ્ત્રોત દ્વારા પુષ્ટિ થઇ શકી નથી. ઇજિપ્તની યાત્રાળુ અજા હમીદ બ્રાહિમે, 61, એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેણીએ રસ્તાની બાજુમાં મૃતદેહો પડેલા જોયા હતા. એવું લાગતું હતું કે જાણે કયામતનો દિવસ આવી ગયો હતો. લોકો સોશ્યિલ મીડિયા પર સાઉદી અરેબિયાની આલોચના કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં મૃત્યુ અને ત્યારબાદ મૃતદેહોના ગેરવહીવટ. તાહા સિદ્દીકીએ રસ્તાના કિનારે મૃતદેહોનો વીડિયો શેર કરતા પૂછ્યું, ‘શું સાઉદી શાસનને આ માટે જવાબદાર ગણવામાં આવશે? તેઓ ઇસ્લામિક પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને તેમાંથી અબજો કમાય છે.

આ પણ વાંચો: UPIથી પેમેન્ટ કરનારા આ લોકોને મળી શકે છે ઝટકો, આપવો પડી શકે છે એક્સ્ટ્રા ચાર્જ!

કાબા નજીક તાપમાન 50 ડિગ્રીને પાર
સાઉદી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સોમવારે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સ્થાન પર યાત્રાળુઓ કાબાની પરિક્રમા કરે છે. ગ્રાન્ડ મસ્જિદ પાસે સ્થિત મીનામાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સ્થળે હજ યાત્રીઓએ ત્રણ કોંક્રીટની દિવાલો પર શેતાનને પથ્થર મારવાની વિધિ કરે છે. અહીં ગરમી અને ભીડને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ હતી. યાત્રાળુઓ ગરમીથી બચવા માથે પાણીની બોટલો નાખી રહ્યા હતા. શેતાનને પથ્થર મારવાની વિધિ હજ યાત્રાનું અંતિમ પગલું માનવામાં આવે છે. આ પછી શ્રદ્ધાળુઓની હજ યાત્રા પૂરી થાય છે.

ઘણા દેશોએ મૃત્યુની પુષ્ટિ કરી છે
જોર્ડનના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે ભારે ગરમીને કારણે 14 જોર્ડનના તીર્થયાત્રીઓના મોત થયા હતા, જ્યારે 17 અન્ય લાપતા હતા. ઈરાને પાંચ યાત્રાળુઓના મોતની જાણ કરી છે પરંતુ તેનું કારણ જાહેર કર્યું નથી. સેનેગલમાં ત્રણ લોકોના મોત થયા છે. સાઉદી અરેબિયામાં ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હજ દરમિયાન 136 ઇન્ડોનેશિયન યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ હીટસ્ટ્રોકથી સામેલ છે. આ વખતે ભારતમાંથી 1 લાખ 75 હજાર શ્રદ્ધાળુઓ પવિત્ર હજ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે.