February 6, 2025

સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું, 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Surat: સુરતના વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી જતા ચકચાર મચી ગઈ છે. . બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી છે. બાળક માતા સાથે બુધવારી બજારમાં ગયો હતો. છેલ્લા 15 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી જવાનો મામલો સામે આવ્યો છે. આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ ડ્રેનેજ ચેમ્બર પણ શોધવામાં આવ્યા છે. જોકે, બાળકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર દ્વારા સતત 10 કલાક કરતાં વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે, હવે બાળકના પરિવારજનો અને સમાજન લોકો ધરણાં પર બેઠા છે તેમજ SMC સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ વખતે ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદી સહિત દીપિકા પાદુકોણ, સદગુરુ અને મેરીકોમ આપશે ટિપ્સ

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા બાળકને શોધવા માટે કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરમાં ઉતારવામાં આવ્યો. 800 મીટર સુધી તપાસ કરવા છતાં હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી. ગટરમાંથી પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.