December 18, 2024

ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અગ્નિવીર, અચાનક તોપનો ગોળો ફૂટ્યો; બેના મોત

Indian Army Agniveer: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક આર્ટિલરી સેન્ટરમાં પરીક્ષણ દરમિયાન તોપમાંથી છોડવામાં આવેલો ગોળો ફાટતાં બે અગ્નિવીરના મોત થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે નાશિક રોડ વિસ્તારમાં ‘આર્ટિલરી સેન્ટર’માં બની હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં અગ્નિવીર ગોહિલ વિશ્વરાજ સિંહ (20) અને સૈફત શિત (21)નું મૃત્યુ થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે અગ્નિવીરોની ટીમ તોપમાંથી ગોળા છોડતી હતી, ત્યારે એક ગોળો ફાટ્યો, જેમાં બે અગ્નિવીરો ઘાયલ થયા. જે બાદ તેને દેવલાલીની એમએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે હવાલદાર અજીત કુમારની ફરિયાદના આધારે દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

કેવી રીતે બની સમગ્ર ઘટના?
પોલીસ અધિકારીએ કહ્યું છે કે અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા છોડી રહી હતી. દરમિયાન એક તોપનો ગોળો ફૂટ્યો. જેમાં બે અગ્નિવીરો ઘાયલ થયા હતા. ઘાયલ અગ્નિવીરોને દેવલાલીની એમએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ફરિયાદના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.