September 17, 2024

15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે

15 August Films: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. જો તમારે આ દિવસે કેટલીક દેશભક્તિની ફિલ્મો જોવાની હોય, તો અમે તમને 5 શ્રેષ્ઠ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જે તમે આ દિવસે જોઈ શકો છો.

લગાન
આ ફિલ્મ વર્ષ 2001માં આવી હતી. જેમાં ભારતીય ખેડૂતોની બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે ક્રિકેટ મેચ થાય છે. જે ફિલ્મમાં એવું આવે છે કે ખેડૂતો જીતશે તો તેમના ભાડામાં ઘટાડો થશે. જો તેઓ હારી જાય તો તેમને બમણો ટેક્સ ચૂકવવો પડશે. લગાન ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારીકરે કર્યું હતું. આમાં આમિર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ચક દે ઈન્ડિયા
2007માં રીલિઝ થયેલી આ ફિલ્મ એક એવા કોચની ફિલ્મ છે જે મહિલા હોકી ટીમને કોચ કરે છે. તે પોતે પણ ખેલાડી છે. પરંતુ તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. પોતાના કપાળ પરથી આ ડાઘ હટાવવા માટે તે મહિલા હોકી ટીમને મેચ જીતવા માટે તૈયાર કરે છે.

ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ
વર્ષ 2001માં ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું જીવન બતાવવામાં આવ્યું હતું. આ તેમની લવ લાઈફથી લઈને દેશ માટે તેમના બલિદાન સુધીની વાર્તા છે. આ ફિલ્મમાં અજય દેવગણે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી હતી.

આ પણ વાંચો: શું રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેશે?

1971
ફિલ્મ ‘1971’માં ભારતીય સૈનિકોની સ્ટોરી બતાવવામાં આવે છે. જે પાકિસ્તાનની જેલમાંથી ભાગી જાય છે અને પોતાના વતન પરત ફરવા માટે સંઘર્ષ કરે છે. અમૃત સાગર દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને રવિ કિશન પણ છે.

બોર્ડર
‘બોર્ડર’ જેપી દત્તાની કલ્ટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મ 1997માં રિલીઝ થઈ હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની સ્ટોરી બતાવવામાં આવે છે. આ ફિલ્મમાં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષા ખન્ના અને સુનીલ શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળે છે.