November 23, 2024

15 ઓગસ્ટે આ 2 ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી

15 august 2024: ભારતને 15 ઓગસ્ટ 1947ના  અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી. જે બાદ ભારત તમામ ક્ષેત્રે આગળ વધ્યું હતું. રમતગમત ક્ષેત્રથી લઈને દરેક ક્ષેત્રમાં ભારત આગળ આવ્યું છે. આજથી 4 વર્ષ પહેલા 2 ખેલાડીઓએ આજના દિવસે નિવૃત્તિ લીધી હતી. આ એવા ખેલાડીઓ છે કે તેમની નિવૃત્તિની જાહેરાતથી તમામ ભારતીયનું દિલ તૂટી ગયું હતું.

આ ખેલાડીઓએ આજના દિવસે નિવૃત્તિ લીધી
કપિલ દેવની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપ 1983નો ખિતાબ જીત્યા બાદ, ક્રિકેટ ભારતના દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયું છે. ભારતની સાથે દરેક દેશમાં ભારત ક્રિકેટ માટે જાણીતું થયું છે. ચાર વર્ષ પહેલા, 15 ઓગસ્ટ 2020 ના રોજ, ભારતના પ્રભાવશાળી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ડેશિંગ બેટ્સમેન સુરેશ રૈનાએ નિવૃત્તિ લીધી હતી. આ બંને ખેલાડીઓ એવા છે કે જેને કયારે પણ ક્રિકેટની દુનિયામાં ભૂલાશે નહીં.

આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે

ધોનીનો ચોંકાવનારો નિર્ણય
મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનમાં કરવામાં આવે છે. તેની જોરદાર બેટિંગથી તેણે બધાના દિલ જીતી લીધા છે. ધોની હંમેશા અનોખા નિર્ણય માટે જાણીતો છે. તે ચાલુ મેચમાં પણ એવા નિર્ણય લઈ લે છે જે કોઈ વિચારી પણ ના શકે. ધોનીની કપ્તાની હમેંશા શાનદાર રહી હતી. કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ મળ્યા. તેણે ભારત માટે 535 આંતરરાષ્ટ્રીય મેચોમાં 17092 રન બનાવ્યા છે.

સુરેશ રૈના
સુરેશ રૈનાએ પણ 15 ઓગસ્ટ 2020ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારતની ODI વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 વિજેતા ટીમનો ભાગ હતો. તે શાનદાર સ્પિન બોલિંગ માટે જાણીતો હતો. તેણે ભારત માટે 322 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 7988 રન બનાવ્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી છે. સુરેન રૈના અને મહેન્દ્ર સિંહ ધોનીએ આ નિર્ણયથી તમામ ક્રિકેટ ચાહકોને ઝટકો લાગ્યો હતો.