આફતના સમયમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સની કામગીરી મહત્વની: અમિત શાહ
ગાંધીનગર: પાટનગર ગાંધીનગર ખાતે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સની 14ની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તો કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 150 કરોડ રૂપિયા સિવિલ ડિફેન્સની તાલીમ માટે રકમની ફાળવણી કરી.
સંબોધન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામનું સ્વાગત કરતાં કહ્યું હતું કે 14માં અખિલ ભારતીય હોમગાર્ડ્સ અને હોમ સિક્યોરિટી કોન્ફરન્સમાં સૌનું સ્વાગત છે. અમિત શાહ અને નરેન્દ્ર ભાઈની જોડી કર્મઠ જોડી છે. 23 વર્ષમાં ગુજરાત રાજ્ય માં શાંતિ અને સલામતી જોવા મળી છે. શાંતિ અને સલામતિમાં હોમગાર્ડનો ખુબ મોટો ફાળો રહ્યો છે. કુદરતી આપદામાં સિવિલ ડિફેન્સ સહિત હોમાગાર્ડના જવાનો હમેશા તૈયાર હોય છે. ટ્રાફિક, મેળા કે ચૂંટણી માટે હોમગાર્ડના જવાનો સક્રિય કામ કરે છે. હોમગાર્ડ જવાનો દેશની સુરક્ષા સાથે દેશની આંતરિક સુરક્ષા માટે હંમેશા તૈયાર હોય છે. બિપોર જોય વાવાઝોડા દરમિયાન સિવિલ ડિફેન્સના જવાનો સેવામાં તૈનાત રહ્યા હતા. લોકોને સલામતી સ્થળે ખસેડાયા હતા અને લોકોના જીવ બચાવ્યા છે. તો
તો, કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન કર્યું હતું. તેમણે દેશભરમાંથી આવેલા સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના અધિકારીઓનું હૃદયથી સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મારો મત વિસ્તાર છે જેથી આપનું હૃદયથી સ્વાગત કરું છું. વિવેક શ્રીવાસ્તવનો ખુબ આભાર કે તેમને 20 વર્ષ બાદ આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. વાંક મારો પણ છે મેં પણ પાંચ વર્ષ ગૃહમંત્રી તરીકે કામ કર્યું પરંતુ આ પ્રકારની બે કોંફરન્સ નથી કરી. પરંતુ મેં બે વખત બેઠક કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ સિસ્ટમને દેશના તમામ ગામડાઓ ખાતે લઈ જવાની છે. ભારત તમામ ક્ષેત્રેમાં આગળ છે પરંતુ હવે સેવા અને સુરક્ષામાં આગળ વધવાનું છે. સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડની જવાબદારી સુરક્ષા અને સેવા કરવાનો છે. સંગઠનનું કે સમાજની સેવા કરવી અને એક કરવાની છે. આજ બે દિવસ સુધી સંમેલન ચાલશે. રાજ્યોની આંતરિક વિચારોની આદાન પ્રદાન થશે. મનોબળ મજબૂત થશે. સંબંધો વધારે મજબૂત થશે. કુદરતી આપદા વખતે કે યુદ્ધ દરમિયાન હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ મહત્વની કામગીરી કરી છે.
પાકિસ્તાન સાથેના યુદ્ધની યાદ અપાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે ભુજની હવાઈ પટ્ટી પાકિસ્તાને નષ્ટ કરી હતી. ત્યારે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ કામ કર્યું હતું. આ મામલે કે હિંદી ફિલ્મ બની છે. પરતું, દુઃખ છે કે આ ફિલ્મમાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ફિલ્મમાં ગામની મહિલાઓ સેનાની મદદે આવે છે. પરંતુ, વાસ્તવિકતામાં તો આ ગામની મહિલાઓને ટ્રેનિંગ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દ્વારા આપવામાં આવી હતી. હવે યુદ્ધ ન થાય પરતું હવે આપણે કુદરતી આપદા, ટ્રાફિક સમસ્યાઓમાં જોડાવવાની જરૂર છે. ડિસ્ટસ્ટર મેનેજમેન્ટના ચાર્ટરમાં આપણી કામગીરી થાય તેવું આયોજન કરવાનું છે. આ વખતે બજેટમાં સારું પ્રોવિઝન કરેલ છે તે આગળ લઈ જઈશું.
વધુમાં ગૃહમંત્રી અમિત શાહે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોને અભિનંદન આપતા કહ્યું હતું કે કોરોના વખતે તમામ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ ઉત્તમ કામગીરી કરી છે. તે બદલ ખુબ અભિનંદન. આગામી દિવસોમાં નવી જવાબદારી આપવામાં આવશે. 27 હોમગાર્ડના જવાનો કોઈની સેવા કરતા તેમને જીવ ગુમાવ્યો છે. હાલ મારી જોડે માત્ર આટલો આંકડો છે સમગ્ર દેશનો આંકડો વધુ હશે. હવે ટ્રેનિંગની વધારે જરૂર અને કુદરતી આપદામાં ચાર્ટમાં આપનું નામ હોવું જોઇએ. વૃક્ષારોપણ અને સાયબર સિક્યોરિટી મુદ્દે લોકોને જાગૃત કરવાની જરૂર છે. શિક્ષણમાં સુધારો, ડ્રોપ આઉટ રેસિયો ઓછો કરવાનું પ્લાનિંગ કરીએ. 50 વર્ષ થયાં છે હવે ભૂમિકા બદલવાની જરૂર છે. બને સંગઠનોએ હવે નવી અલગ ભૂમિકા શીખવી જોઈએ. પોલીસમાં પોસ્ટીગ સારું નથી હોતું. અમુક પોસ્ટીગ સજાના ભાગરૂપે છે. જ્યાં સુધી ચોક્કસ ત્યાં સુધી ઉત્તમ કામ કરવું જોઈએ. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓને મારો આગ્રહ છે કે હજુ એક દિવસ વધુ રોકાય અને ટ્રેનિંગમાં કઈક નવું આયોજન કરે. વર્ષ 2047નું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યું છે. વિકસતી ભારતનું તેમાં એકપણ કડી નબળી ન હોવી જોઈએ.