રાજપીપલાના વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ, ઇમારતોને હેરિટજ દરજ્જો આપવા માગ
વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ: આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપલાના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ છે. એની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવી. રાજપીપળા શહેરમાં રાજવી પરિવારના મહેલો અને વિરાસતો આજે પણ હયાત હોય જેની યોગ્ય જાળવણી ના થતી હોવાથી એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપલાને હેરિટેજ દરજ્જાની માંગણી કરવામાં આવી હતી.
હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ પ્રસંગે રાજપીપલાના પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપલા ખાતે તેમજ રાજપીપલા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1023માં આ મંદિર બંધાવ્યું હતું ત્યાં વૃક્ષારોપણ કરી ઈન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપલાના પેલેસ સહીત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડીંગ, ઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલ, મંદિરો બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું. પ્રજાને એની યાદ તાજી કરાવશે. એ ઉપરાંત આજે રાજપીપલાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માગ પણ રાજવી પરિવાર કરશે.