અમરેલીની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓને રાખશે ધ્યાનમાં?
દશરથસિંહ રાઠોડ, અમરેલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ ,લાઠી,ચલાલા સહિત 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે.આગામી 16 તારીખ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં લોકો ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખશે. કેવા કોર્પોરેટ પસંદ કરશે તેની રાજુલા શહેરના સ્થાનીક લોકો કેવા વિકાસ, ક્યાં મુદ્દાઓ અને સમસ્યાઓ છે તે જાણીશું.
આ પણ વાંચો: વડોદરાની નવરચના શાળાને ધમકી ભર્યો મળ્યો ઈમેલ, બોમ્બ સ્કવોડની ટીમે શરૂ કરી તપાસ
લોકોને છે આ સમસ્યા
આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ચાર નગરપાલિકાની ચૂંટણી થશે. જેમાં લાઠી,ચલાલા,રાજુલા અને જાફરાબાદ માં ચૂંટણી થશે. ત્યારે રાજુલા શહેરની વાત કરીએ તો 7 વોર્ડ છે અને 28 સભ્યો ચૂંટણી લડશે. રાજુલા શહેરના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું કહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો લોકોએ રોડ,રસ્તા અને ગટરના પ્રશ્નો વિશે વાત કરી હતી. રાજુલા શહેરમાં ગંદકી અને ગટરની સમસ્યા થઈ હોવાનુ જણાવ્યું હતું. તેમજ રાજુલા શહેરમાં ભૂગર્ભ ગટર લોકોને મળી રહે તેમજ પાણીની વ્યવસ્થા નિયમિત મળે તે બાબતે નવા ચુંટાઈને આવતા કોર્પોરેટ ધ્યાન રાખે તેવું લોકોનું કહેવું છે. હાલ રાજુલા શહેરનો વિકાસ થાય અને પાયાની સુવિધાઓ મળે તેવું કહી રહ્યા છે.