10 લાખ લોકોને મળશે AIની તાલીમ, આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય

Training of AI: યુપી સરકારે AIને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર વિવિધ ક્ષેત્રોના 10 લાખ લોકોને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તાલીમ આપશે. યુપીની યોગી સરકારે રાજ્યના 75 જિલ્લામાં દર મહિને 1.5 લાખ લોકોને AI તાલીમ આપવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં આ AI તાલીમ યોજના લાગુ કરી દેવામાં આવશે અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: DC vs RCB:કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં કેમ થઈ બોલાચાલી? વીડિયો વાયરલ
તાલીમ ત્રણ તબક્કામાં આપવામાં આવશે
સરકાર AIને પ્રોત્સાહન આપવા માટે મોટી IT કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.આ યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે. બે મહિનામાં 3,500 થી વધુ લોકોને તરફથી AI તાલીમ આપવામાં આવશે. ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, એચસીએલ (ગુવી), વાધવાણી અને 1M1B એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ લોકોને તાલીમ આપવાની જવાબદારી લીધી છે. જ્યારે બીજા તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલીમ કેન્દ્રો બનાવવાનું કામ કરવામાં આવશે અને તાલીમ કાર્યક્રમો બનાવવામાં આવશે. છેલ્લા તબક્કામાં દર મહિને 1.5 લાખ લોકોને AI શીખવવાનું કાર્ય માસ્ટર શિક્ષકો દ્વારા કરવામાં આવશે. આગામી 4 થી 6 મહિનામાં 10 લાખ લોકોને AIમાં નિપુણતા પ્રાપ્ત થશે.