December 21, 2024

IPL 2024 પહેલા રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ કેમ છીનવી લેવામાં આવી?

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે ફ્રેન્ચાઇઝીના આ નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે.મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ તમામ વાત વચ્ચે સવાલ એ છે કે ફ્રેન્ચાઇઝીએ રોહિતને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય કેમ લીધો?

કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય કેમ લીધો?
માર્ક બાઉચરે માહિતી આપતા જણાવ્યું કે આ સંપૂર્ણ રીતે બહેતર ક્રિકેટ માટે નિર્ણય હતો, કારણ કે ટીમમાં પરિવર્તન કરવાનો હતો. માર્ક બાઉચરે વધુમાં કહ્યું કે મને લાગે છે કે તે ફક્ત ક્રિકેટ વિશેનો નિર્ણય હતો. માર્ક બાઉચરે આ ઈન્ટરવ્યુમાં રોહિતના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે હું રોહિત પાસેથી એક વાત સમજી શક્યો કે તે એક અદ્ભુત વ્યક્તિ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. તેણે એક કેપ્ટન તરીકે ખુબ સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

હાર્દિકનો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ
થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યાનો સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ થયો હતો. જેમાં હાર્દિક વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો આ વીડિયો નીચે કોમેન્ટ કરી રહ્યા હતા કે રોહિત શર્માનું સ્થાન લેવા હાર્દિક પંડ્યા સખત મહેનત કરી રહ્યો છે. પંડ્યાની વર્કઆઉટ રૂટિન વિશે ખાસ વાત એ છે કે સ્ટ્રેન્થ ટ્રેનિંગને બદલે તે પોતાના શરીરની સ્પીડ અને ફ્લેક્સિબિલિટી પર વધુ કામ કરી રહ્યો છે. આ કારણે તેનું શેડ્યુલ અન્ય ખેલાડીઓથી થોડું અલગ પડે છે.

આ પણ વાંચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

T20 વર્લ્ડ કપ પહેલા નિર્ણય
ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચનું આયોજન કરવામાં આવશે. ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિચ સ્ટાર્ક તેમજ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ T20 ટીમમાં પાછા ફર્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ શ્રેણીમાં મિચેલ માર્શ ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સ એક ખેલાડી તરીકે આ શ્રેણીનો ભાગ હશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ હશે.