December 16, 2024

બજેટ એટલે શું? આ શબ્દ ક્યાંથી આવ્યો? આ તમામ માહિતી એક ક્લિકમાં…

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 01 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ થશે. આ બજેટ એપ્રિલ-મે 2024માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું છેલ્લું બજેટ છે. બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે, પરંતુ તેની તૈયારી કેટલાક મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ભારતીય બજેટ વિશે બંધારણ શું કહે છે અને સરકાર તેને રજૂ કરવા માટે શું તૈયારી કરે છે?

બજેટ શું ? બંધારણમાં તેનો ક્યાં ઉલ્લેખ છે?
બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. જો કે, બંધારણની ‘કલમ 112’ ‘વાર્ષિક નાણાકીય નિવેદન’ની ચર્ચા કરેલી છે. આ કલમ હેઠળ જ સરકાર માટે દર વર્ષે તેની કમાણી અને ખર્ચનો હિસાબ આપવો ફરજિયાત છે. આ કલમ મુજબ રાષ્ટ્રપતિને બજેટ રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રપતિ પોતે બજેટ રજૂ કરતા નથી. તેની જગ્યાએ તેઓ કોઈ મંત્રીને તેમના વતી બજેટ રજૂ કરવા માટે કહી શકે છે. દેશમાં તાજેતરમાં જ આવું બન્યું હતું, જ્યારે 2019માં જ્યારે અરુણ જેટલી બીમાર હતા. એ સમયે પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું. જો કે સામાન્ય રીતે નાણામંત્રી બજેટ રજૂ કરે છે.

બજેટ શબ્દની ઉત્પત્તિ?
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ bougette પરથી આવ્યો છે. જેનો અર્થ ‘ચામડાની થેલી એવું થાય છે. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે. તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત છે. જે આગળ જતા ભારતમાં પહોંચ્યો.

બજેટ શું છે?
બજેટ એક વર્ષનો હિસાબ છે. બજેટ રજૂ કરતા પહેલા એક સર્વે કરવામાં આવે છે. જેમાં સરકારની કમાણીનો અંદાજ લગાવવામાં આવે છે. બજેટમાં સરકાર પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, રેલ્વે ભાડા અને વિવિધ મંત્રાલયો દ્વારા કેટલી કમાણી કરશે તેનો અંદાજ લગાવે છે. આ સર્વેમાં આગામી વર્ષમાં કેટલો સરકારી ખર્ચ થશે તેનો પણ અંદાજ આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો બજેટ એ એક વર્ષમાં અંદાજિત આવક (કમાણી) અને ખર્ચ (અંદાજિત ખર્ચ) ની વિગતો છે. નાણામંત્રી પોતાના બજેટ ભાષણમાં તેમની કમાણી અને ખર્ચની વિગતો આપે છે. તેને સામાન્ય બજેટ અથવા ફેડરલ બજેટ કહેવામાં આવે છે. બજેટનો સમયગાળો એક વર્ષનો છે.

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?
ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. એ બાદ બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.