December 28, 2024

BJP ના ચાણક્યને શાળામાં રોજ મળતી સજા, અમિત શાહની દાઢીની કહાની

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમિત શાહ અનેક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે આજે વહેલી સવારે જગન્નાથ મંદિર પરિવાર સાથે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કરી મંગળા આરતી કરી હતી. ત્યારે હવે એક કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કર્યું છે. તેમણે સંબોધનમાં તેમના શિક્ષક અને દાઢી અંગે વાત કરી છે.

અમિત શાહે સંબોધન કરતા સમયે તેમના શિક્ષકને લઈને વાત કરી હતી. આ સમયે અમિતશાહે કહ્યું કે હું નાનપણથી ક્લિન સેવ કરતો નહોતો. આવી જ દાઢી રાખતો હતો. નટુભાઈ સ્ટ્રીક હતા. હું દાઢી નહોતો કરાવતો. એટલે મને શિક્ષા કરતા હતા. એક વખત તેમણે મને બોલાવ્યો અને કહ્યું તારે દાઢી કરાવીને આવવું જોઇએ. ત્યારે મેં નટૂ ભાઇ અને ગિલ સાહેબે મને બોલાવ્યો અને કહ્યું કે ભાઇ તને ખબર છે તું સરદાર નથી તારે દાઢી કરીને આવવું જોઇએ. NCCની ડિસીપ્લીન છે અને તું દાઢી કરીને આવતો નથી. એવું કેમ  કરે છે તને રોજ સજા મળે છે.

આ પણ વાંચો: પ્રયાગરાજમાં અપના દળના નેતાની ગોળી મારી હત્યા, કારણ બહાર આવ્યું

અમિત શાહે દાઢી અંગે વધુમાં વાત કરતા જણાવ્યું કે, હું દાઢી કરું છું એટલે મારી રોજ 20 મિનિટ કામની બગડે છે એટલે હું દાઢી કરતો નથી. તેમણે કહ્યું કે સજા કાપવી પડે છે. તો મેં જવાબ આપતા કહ્યું કે હું સજા કાપુ જ છું. ગિલ સાહેબે પણ કહ્યું કે તું દાઢી નથી કરતો જાતે સજાને નિમંત્રણ આપે છે અને મોઢું બગાડીને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના છે તો હસતાં-હસતાં માર. જીવનમાં જે આવી પડ્યું હોય તેણે હસતાં-હસતાં સ્વાગત કરીને સ્વીકારવું. તેનો પહેલો શિક્ષણ નટુ ભાઈ સાહેબે આપ્યું.

શિક્ષક અંગે વખાણ કરતાં અમિત શાહે કહ્યું કે, નટુ ભાઈ જેટલા કડક હતા એટલા જ માયાળું પણ હતાં. સ્કુલ ટાઈમની વાતો વાગોળતા તેમણે કહ્યું કે નટુ ભાઈની તેમની મોટર સાયકલની પાછળ લાવતા અને આખો ગ્લાસ દૂધ પીવડાવતા હતા અને કહેતા કે, દોડાવ્યો છે તો દૂધ પણ પીવડાવીશ. શાહે કહ્યું કે હું માનું છું કે  ‘ઓબે વિથ સ્માઈલ’ નટુ ભાઈને આ ગુરુમંત્ર  મારા જીવનમાં મને ખૂબ કામ લાગ્યો છે. પરિસ્થિતિ આપણા જીવનમાં આપણું ભાગ્ય ઈશ્વર જે મોકલે એ આપણે નક્કી કરી શકતા નથી. પણ પરિસ્થિતિનોસામનો હસતા-હસતાં હિમ્મતથી અને મક્કમતાથી કરવાનો આપણા હાથમાં હોય છે. જીવનમાં જે પરિસ્થિતિનો સામનો મક્કમતાથી કરવો જોઇએ. અમિતશાહે તેમના શિક્ષકના ખૂબ વખાણ કર્યા છે.