November 22, 2024

વર્લ્ડ કપ પહેલાં આ ખેલાડીએ લીધો નિવૃત્તિમાંથી યુ-ટર્ન

West Indies women’s team player: વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ કપ પહેલા ખેલાડીએ લીધો નિવૃત્તિમાંથી યુ-ટર્ન લઈ લીધો છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડીએ ટીમના ખરાબ વાતાવરણને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું. T20I મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ આ ખેલાડીના નામે છે.

2 વર્ષ પછી નિવૃત્તિમાંથી યુ-ટર્ન
વેસ્ટ ઈન્ડિઝની સ્ટાર ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન નિવૃત્તિમાંથી પરત ફરી છે. ડિઆન્ડ્રા ડોટિન મહિલા ક્રિકેટમાં ‘વર્લ્ડ બોસ’ના નામથી પણ ઓળખાય છે. ડિઆન્ડ્રા ડોટિને વર્ષ 2010 T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 38 બોલમાં આ સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. બેટિંગ ઉપરાંત બોલિંગ પણ વિરોધી ટીમ માટે તેણી ઘાતક સાબિત થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ સદી ફટકારનાર ડોટિન ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમવા માટે તૈયાર છે. હવે ઓગસ્ટ 2024માં વેસ્ટ ઈન્ડિઝ કેમ્પનો ભાગ બનશે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

નિવૃત્તિની જાહેરાત કરી
ડોટિને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને લખેલા પત્રમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા મારા માટે ગર્વની વાત રહી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના અધ્યક્ષ ડૉ. કિશોર શૈલો સહિત ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના વિવિધ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી, મને તમને જણાવતા આનંદ થાય છે કે હું મને ગમતી રમતમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છું. ડિઆન્ડ્રા ડોટિને તેની છેલ્લી મેચ ઓગસ્ટ 2022માં ટીમ ઈન્ડિયા સામે રમી હતી અને ત્યાર બાદ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 2697 રન છે.