December 22, 2024

EVMમાં તોડફોડ અને ગોળીબાર બાદ ફરી 11 મતદાન કેન્દ્ર પર થશે મતદાન

મણિપુર: મુખ્ય ચૂંટણી અધિકારીએ શનિવાર ઈનર મણિપૂર લોકસભા વિસ્તારના 11 મતદાન કેન્દ્ર પર 22 એપ્રિલે ફરી પુનઃમતદાન કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ચૂંટણી અધિકારીના આદેશ પર લેવામાં આવ્યો છે. જેમાં 19 એપ્રિલે આ મતદાન કેન્દ્ર પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. અને નવી રીત મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, જે મતદાન કેન્દ્ર પર બીજીવાર મતદાન કરાવવામાં આવી રહ્યું છે તે ખુરઈ મતદાન વિસ્તારમાં મોઈરંગકમ્પુ સાજેબ અને થોંગમ લીકાઈ, ક્ષેત્રીગાઓના ચાર અને ઈન્ફાલ પૂર્વ જિલ્લાના થોંગજૂમાં એક તથા ઉરીપોકમાં ત્રણ એન્ડ ઈન્ફાલ પશ્ચિમ જિલ્લામાં કોંથૌજમના એક મતદાન કેન્દ્રનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: મુરાદાબાદથી BJP ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

જાતિય સંઘર્ષથી પ્રભાવિત માણિપુરમાં ગોળીબાર, ધમકી આપવી, કેટલાક મતદાન કેન્દ્ર પર ઈવીએમ તોડી પાડવામાં આવ્યા અને મતદાન કેન્દ્ર પર કબજો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મણિપુરમાં બે લોકસભા બેઠક આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુરમાં શુકવારે પહેલા તબક્કાનું મતદાન હતું. જેમાં 72 ટકા મતદાન થયું હતું.

આ પહેલા કોંગ્રેસે મણિપુરની બે લોકસભા બેઠક માટે શુક્રવારે થયું હતું. જેમાં મતદાન સમયે બુથ કબજો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે 47 મતદાન કેન્દ્ર પર ફરી મતદાન કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસની મણિપુર ઈકાઈના અધ્યક્ષ કે. મેઘચંદ્રએ કહ્યું કે, પાર્ટીએ મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ નોંધાવી છે. અને ઈનર મણિપુર મતદાન વિસ્તારમાં 36 તથા આઉટર મણિપુર મતવિસ્તારના 11 કેન્દ્ર પર પુનઃમતદાન કરવાની માગ કરી છે.