December 22, 2024

વિદેશથી મતદારો મતદાન માટે નવસારી આવ્યા

નવસારી: આજે સમગ્ર ગુજરાતમાં 25 લોકસભા બેઠકો માટે મતદાન જોશમાં ચાલી રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેક ગુજરાતીઓ વિદેશી પણ પોતાના વતનમાં આવ્યા છે અને મતદાન કર્યું છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતી નવસારીની એક યુવતી ખાસ મતદાન કરવા માટે ભારત આવી છે. યુવતીએ નવસારીની દાબુંલો કોલેજમાં લાગેલા બુથ પર મતદાન કરીને પોતાને દેશ પ્રેમ બતાવ્યો હતો. આ સાથે વિદેશમાં રહેતા બીજા ગુજરાતી અને ભારતીયોને મતદાન કરવા આવવા માટે સંદેશ પણ આપ્યો હતો. તો બીજી તરફ એક યુવક 3 લાખ ખર્ચીને અમેરિકાથી નવસારી માત્ર મતદાન કરવા પહોંચ્યો હતો. આ ઉપરાંત મુળ ગુજરાતના પરંતુ કામ અર્થે મુંબઈમાં રહેતા બોલિવૂડ એક્ટર હર્ષ રાજપૂત પણ મતદાન કરવા પરિવાર સાથે નવસારી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Lok Sabha Election LIVE Update: ગુજરાતમાં દિગ્ગજોએ કર્યું મતદાન, વધુ મતદાન કરવાની અપીલ

દિગ્ગજોએ કર્યુ મતદાન
નવસારીમાં સવારથી જ EVM મશીન ખોટવાયાના સમાચારો બાદ 11 વાગ્યા સુધીમાં 23.22 ટકા મતદાન નોંધાયું છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ, સિદ્ધાર્થ ચૌધરી, પ્રભુ વસાવા, ધારાસભ્ય નરેશ પટેલ, મુમતાઝ પટેલ અને કનુભાઈ દેસાઈ સહિત અનેક નેતાઓ અને મંત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.