December 27, 2024

Vodafone Ideaએ 150 રૂપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન કર્યા લોન્ચ

Vodafone Idea: વોડાફોન આઈડિયાના વપરાશકર્તાઓની સંખ્યા ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કરોડો વપરાશકર્તા માટે રુપિયા 150થી ઓછી કિંમતના બે સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આવો જાણીએ આ પ્લાન શું છે અને તેમાં તમને શું લાભ મળશે.

Vi નો 138 રૂપિયાનો પ્લાન
આ પ્લાન તમને 20 દિવસની વેલિડિટી સાથે મળી રહેશે. આ પ્લાનમાં કુલ 100MB ફ્રી ડેટાનો લાભ તમને મળી રહેશે. યુઝર્સને 10 ફ્રી લોકલ ઓન-નેટ નાઈટ મિનિટનો લાભ મળશે. લિંગ માટે યુઝર્સને પ્રતિ સેકન્ડ 2.5 પૈસા ચાર્જ કરવામાં આવશે.

આ પણ વાંચો:અજય માકનનું મોટું નિવેદન, ‘અરવિંદ કેજરીવાલ રાષ્ટ્ર વિરોધી છે, ગઠબંધન ભૂલ હતી’

Vi નો 128 રૂપિયાનો પ્લાન
Vodafone-Ideaના આ સસ્તા પ્લાનમાં યુઝર્સને કુલ 100MB ડેટાનો લાભ મળી રહેશે. યુઝર્સ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ ફ્રી કોલિંગનો લાભ આ પ્લાનમાં કરી શકે છે. Vi ના આ પ્લાનમાં અન્ય કોઈ ફ્રી સુવિધા મળશે નહીં. આ પ્લાન તમને 18 દિવસ માટે મળશે.