વિરાટ કોહલી અને કેએલ રાહુલ નહીં રમે રણજી મેચ, આ કારણ આવ્યું સામે
Virat Kohli Ranji Trophy: બીસીસીઆઈએ તાજેતરમાં ભારતીય ટીમના ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં રમવાનું ફરજિયાત કરી દીધું છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમવાના હતા. પરંતુ હવે કેએલ રાહુલના રણજી ક્રિકેટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રોહિત અને વિરાટ ઈજાના કારણે આગામી મેચ નહીં રમી શકે.
આ પણ વાંચો: બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ, પરિવારના લોકો હજૂ પણ ન્યામ માટે ઝંખી રહ્યા છે
આ કારણે વિરાટ રમી શકશે નહીં
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે વિરાટને હાલ ગરદનમાં દુખાવો છે. કોહલી હજુ પણ આ ઈજાના કારણે સાજો થયો નથી. બીસીસીઆઈના મેડિકલ સ્ટાફને આ અંગે જાણ કરી છે. જેના કારણે તે આગામી રણજી ટ્રોફીમાં તે ભાગ લઈ શકશે નહીં. રાહુલને હાલમાં કોણીમાં ઈજા છે અને તેના કારણે તે પંજાબ સામેની મેચમાં તેની હોમ ટીમ કર્ણાટક માટે ભાગ લઈ શકશે નહીં. રણજી ટ્રોફીને રાઉન્ડ 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે.