October 28, 2024

દેશના મહાન સપૂત રતન તાતાને ગુમાવ્યાઃ નરેન્દ્ર મોદી

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ‘પેડ્રો સાન્ચેઝની આ પહેલી ભારત યાત્રા છે. C295 ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાની ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા તર્જ પર કામગીરી કરવામાં આવી રહી છે.’ વડાપ્રધાને એર બસ અને ટાટા કંપનીને શુભેચ્છા આપી હતી.

તેમણે રતન તાતાને યાદ કરતા કહ્યુ હતુ કે, ‘દેશના મહાન સપૂત રતન ટાટાને આપણે ગુમાવ્યા છે. જો આજે તેઓ હોત તો તેમને ખુશી મળત, પણ તેમની આત્મા જ્યાં પણ હશે ત્યાં તેઓ ખુશી મહેસૂસ કરતા હશે. 2 વર્ષ પહેલાં ઓક્ટોબરમાં આ ફેક્ટરીનું નિર્માણ થયું હતું. 2 વર્ષમાં ફેક્ટરી એરક્રાફ્ટ પ્રોડક્ટ બનાવવા તૈયાર છે.

તેઓ વધુમાં જણાવે છે કે, ‘જ્યારે હું સીએમ હતો ત્યારે બોમ્બ આઇડર ટ્રેન કોચ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં બનતા મેટ્રો કોચ બીજા દેશને સપલાય કરીએ છીએ. ભવિષ્યામાં પણ અહીંયા બનતા એરક્રાફ્ટ અમે બીજા દેશને આપીશું. લક્ષ્ય સુધી પહોંચવા માટે રસ્તા પોતે જ બનાવવા પડે છે. 10 વર્ષ પહેલાં અમે કદમ ના ઉઠવ્યું હોત તો આજની ઘડી અસંભવ બની હોત. કોઈપણ સંભાવનાને સફળ બનાવવા યોગ્ય પ્લાન અને પાર્ટનરશિપ હોવી જરૂરી છે.’

તેઓ કહે છે કે, ‘દેશમાં છેલ્લા વર્ષોમાં પ્રાઇવેટ ભાગીદારી સાથે કામ કર્યું હતું. 7 મોટી કંપનીઓ બનાવવામાં આવી હતી. યુપી અને તામિલનાડુના 2 ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 5-6 વર્ષમાં 1000 નવી ડિફેન્સ તાકાત બની છે. 10 વર્ષમાં ડિફેન્સ 30 ટકા એક્સપોર્ટ વધ્યું છે. 100થી વધુ દેશને સપ્લાય કરીએ છીએ.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘એરબસ અને ટાટા ફેક્ટરીથી હજારો લોકોને રોજગાર મળશે. 18000 પાર્ટ્સ દેશમાં માઈક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી બનશે. એમ.એસ.એમ.ઇ તેનું કામ કરશે. એરક્રાફ્ટ નિર્માણથી નવા ઉદ્યોગોને બળ મળશે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય એવિએશન ડિપાર્ટમેન્ટનો વિકાસ તમે જોયો છે, અમે એવિએશન હબ બનાવવા માગીએ છીએ. સિવિલ એરક્રાફ્ટનો રસ્તો બનશે. ભારત દ્વારા વિવિધ વિભાગ દ્વારા 1200 એરક્રાફ્ટ ખરીદવાના કોન્ટ્રાકટ થયા છે. ભારતના પ્રયાસોમાં વડોદરા લીડ લઈ કામ કરશે. અહીંયા એમ.એસ.એમ.ઇ ગતિશક્તિ યુનિવર્સિટી છે. અહીં ફાર્મા-એન્જિનિયરિંગ કંપનીઓ છે. એવિએશનનું પણ વડોદરા હબ બનશે.’

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિને પણ બિરદાવવી પડે. વડોદરા દેશનું કલ્ચરલ અને સાંસ્કૃતિક નગર છે. ભારત અને સ્પેન વચ્ચે કલ્ચરનું મહત્વ છે. ફાધર કાર્લોસે ગુજરાતમાં 50 વર્ષ વિતાવ્યા, ગુજરાત સંસ્કૃતિના લેખ લખ્યાં. હું અનેકવાર તેમને મળ્યો છું તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા, અમે તેમને ફાધર વાલેશ કહેતા હતા. સ્પેનમાં પણ યોગ ખૂબ પસંદ કરવામાં આવે છે. ફૂટબોલ પણ ભારત પસંદ કરે છે. રિયલ મેડ્રિડ, બાર્સલોના ફૂટબોલ મેચની ચર્,ચા બાર્સલોનાના વિજયની ચર્ચા થાય છે. ભારતમાં પણ મેચને લઈને નોકઝોક થાય છે. બંને દેશ કલ્ચરલ-સ્પોર્ટ્સમાં આગળ વધશે. 2026માં સ્પેન ભારત સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ મનાવશે. આજનો કાર્યક્રમ બંને દેશ માટે અનેક પ્રોજેકટ ઉભા કરશે. સ્પેનના ઉદ્યોગકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપું છું.’