બેવડી ઋતુ સાથે વડોદરામાં રોગચાળો વધ્યો, ઘેર-ઘેર બીમારીના ખાટલા
Vadodara News: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે રોગચાળામાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો છે. વડોદરામાં જાન્યુઆરી મહિનામાં ડેન્ગ્યુના 8 દર્દી જયારે ટાઈફોડના 26 દર્દી નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 499 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો: મ્યાનમારની ધરા ધ્રુજી, 4.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
દર્દીઓની સંખ્યામાં વધારો
હાલ રાજ્યમાં સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરામાં રોગચાળામાં વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં ડેન્ગ્યુના 8 દર્દી જયારે ટાઈફોડના 26 દર્દી અને ઝાડા ઉલ્ટીના 499 કેસ સામે આવ્યા છે. ચેપી રોગ અને સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચિકનગુનિયાના 1 કેસ પોઝિટિવ આવ્યો છે. આગામી દિવસોમાં શરદી-ખાંસી, તાવ અને સિઝનલ ફિવરના દર્દીઓમાં વધારો થવાની શક્યતાઓ છે.