January 1, 2025

દેશના સૌથી લાંબા પુલ ‘અટલ સેતુ’ પર મુસાફરી કરવા માટે તમારે આટલો ટોલ ટેક્સ ચૂકવવો પડશે !

ATAL - NEWSCAPITAL

ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયી પુલનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ પરથી દરરોજ 70,000થી વધુ વાહનો પસાર થશે તેવો અંદાજ છે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)ને ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ પુલ પરથી મુસાફરી કરવા માટે ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવશે. જો તમારી પાસે કાર છે તો તમારે આ પુલને પાર કરવા માટે 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.ATAL - NEWSCAPITALવાર્ષિક પાસના આટલા રૂપિયા ચૂકવવા પડશે !

અટલ સેતુ દ્વારા મુસાફરી કરનારા વાહન ચાલકો માટે નિર્ધારિત ટોલ ટેક્સ અનુસાર, પેસેન્જર કાર પર એક તરફ મુસાફરી માટે 250 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. જો તમે પાછા ફરો તો તમારે કુલ 375 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. દૈનિક પ્રવાસીઓ માટે, દૈનિક અને માસિક પાસ અને વાર્ષિક પાસના વિકલ્પ પણ છે. મીડિયા અહેવાલ મુજબ, કારમાં મુસાફરી કરનારાઓ માટે દૈનિક પાસ 625 રૂપિયા અને માસિક પાસ 12,500 રૂપિયામાં બનાવવામાં આવશે. હવે જો તમે દર મહિને 12,500 રૂપિયાનો પાસ બનાવો છો, તો તમારે દર વર્ષે 1.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. જો તમને એક વર્ષના પાસ માટે થોડી છૂટ મળે તો પણ આ ઘણી મોટી રકમ છે.

આ પણ વાંચો : ધુમ્મસમાં લપેટાયું ઉત્તર ભારત, દિલ્હીમાં સિઝનની સૌથી ઠંડી સવાર; જાણો તમારા રાજ્યની સ્થિતિ

અટલ સેતુ પર કયા વાહનોને મંજૂરી નથી ?

મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, અટલ સેતુ પર મોટર સાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર ટેમ્પો, ઓટો રિક્ષા, ટ્રેક્ટર અને ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં. અટલ સેતુ પર કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મીની બસ, ટુ-એક્સલ બસ, નાની ટ્રકો જ મુસાફરી કરી શકશે. હવે આ પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 મિનિટનો જ સમય લાગશે. જે અગાઉ બે કલાક જેટલો સમય લાગતો હતો. આ પુલથી મુંબઈ અને પુણે વચ્ચે લાગતો સમય પણ ઘટશે. ઉપરાંત આ પુલ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચે પણ સારી કનેક્ટિવિટી મળી રહેશે.