May 20, 2024

શક્તિશાળી હોય છે આ લીંબુ, 9 લીંબુ વેચાયા 2.36 લાખ રૂપિયામાં

તમિલનાડુ: રાજ્યના વિલ્લુપુરમ મંદિરમાં ભગવાનની મૂર્તિની સાથે એક ભાલો આવેલો છે. જેમાં લીંબુ ચડાવવામાં આવે છે. જે બાદ આ લીંબુની બોલી લાગે છે. ગત મંગળવારે આ લીંબુની હરાજી થઈ હતી. જેમાં 9 લીંબુ 2.36 લાખ રૂપિયામાં વેચાયા હતા. એક માન્યતા અનુસાર જે દંપતિઓને સંતાન નથી થતા. તેઓ આ લીંબુના પાણીનું સેવન કરે છે. તેમના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે એ સાથે પરિવારમાં સમૃદ્ધિ આવે છે.

એક વ્યક્તિએ કહ્યું કે, આ મંદિર પવિત્ર લીંબુઓ માટે પ્રસિદ્ધ છે. જેના પર લોકોને દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન મુરૂગાના ભાલામાં લગાવેલા લીંબુમાં જાદુઈ શક્તિ હોય છે. મહત્વનું છેકે, તિરૂવનૈનલ્લૂર ગામ બે પહાડોના સંગમ પર આવેલું છે. આ ગામમાં એક નાનું મંદિર વેલ્લુપુરમ આવેલું છે. વાર્ષિક પંગુની ઉથિરમ ઉત્સવના સમયે વિલ્લુપુરમના મંદિરમાં હજારો નિઃસંતાન યુગલો ભગવાન મુરૂગાના દર્શન માટે આવે છે. જે હરાજી થતા લીંબુઓ માટે બોલી લગાવે છે.

આ પણ વાંચો: સોડાવાળા પીણાની જગ્યાએ ટ્રાય કરો આ બુસ્ટર ડ્રિંક… મોજ પડી જશે!

વધુમાં જણાવ્યું કે, નિઃસંતાન દંપતિઓ લીંબુ ખરીદે છે. તેમની એવી દ્રઠ માન્યતા છે કે આ લીંબુથી નિઃસંતાનપણાને દુર કરી શકાય છે. તો વેપારીઓ પોતાના સમૃદ્ધિ માટે આ લીંબુની ખરીદી કરે છે. આ તહેવાર નવ દિવસ ચાલી રહી છે. મંદિરમાં પુજારી દરરોજ એક લીંબુ કાપે છે. ઉત્સવના અંતિમ દિવસે બાકી વધેલા લીંબુની હરાજી થાય છે. તહેવારના પહેલા દિવસે ભાલા પર લગાવવામાં આવેલ લીંબુને ખુબ શુભને શક્તિશાળી માનવામાં આવે છે.

આ વર્ષે કુલાથુર ગામના એક દંપતીએ 50,500માં રૂપિયામાં લીંબુ ખરીદ્યા છે. લીંબુ માટે બોલી લગાવ્યા બાદ આ દંપતિએ સ્નાન કર્યુ અને પુજારીની સામે નતમસ્તક થઈને આ લીંબુ લીધા.