December 22, 2024

સ્વામિનારાયણ સંપ્રદાયે એકસાથે 7 દેશમાં 115 જગ્યાએ યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ

swaminarayn sampraday arrange blood donation camp at 7 countries 115 places

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત રુપાપરા, સુરતઃ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, ભારત સહિત 7 દેશોમાં એકસાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. સુરતમાં 13થી વધુ સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. કાર્યક્રમની શરૂઆતના 4થી 5 કલાકમાં 15000 બ્લડની બોટલો એકત્રિત થઈ હતી.

સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય નુગેન્દ્રપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એકસાથે અલગ અલગ 115 જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાના હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી 17 માર્ચના રોજ એકસાથે 7 દેશમાં 115 અલગ અલગ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં અલગ અલગ 13 જગ્યાઓ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે, ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને જર્મની સહિતના દેશોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પની શરૂઆતમાં જ ચારથી પાંચ કલાકના સમયમાં 15000 જેટલી રત્નની બોટલો એકત્રિત થઈ હતી. ત્યારે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને સુરત લોકસભા ઉમેદવાર મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો આ ઇન્ટરનેશનલ બ્લડ કેમ્પમાં જોડાયા હતા.