December 26, 2024

થાનમાં સગીરા સાથે 8 નરાધમોનું દુષ્કર્મ, એકની ધરપકડ

થાનઃ ગુજરાતમાં ફરી એક દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં એક સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરના થાનમાં રહેતી સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈને 8 શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરશે તો તેના ભાઈને જાનથી મારી નાંખશે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આયર્યું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ સમગ્ર બાબતે સગીરાએ માતાને જાણ કરી હતી. જેથી માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી દીધી છે.

લીમડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આ સગીરા પર અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે છેલ્લા છ-સાત મહિનાની અંદર આ આઠે શખ્સો દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું છે, જેમાં એક આરોપીને ઝડપી પાડયો છે. અન્ય આરોપીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. તમામ વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

આરોપીઓના નામ

  • અજય ભરવાડ
  • અજય અલગોતર
  • શૈલેષ અલગોતર
  • ધ્રુવ ચાવડા
  • કૌશિક ગોસ્વામી
  • વિજયસિંહ સોલંકી
  • દર્શન સદાદિયા
  • કાનો ઉર્ફે હરી