December 18, 2024

સુરતના નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ્દ મામલે પત્નીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

સુરત: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ્દ થવાનો મામલો છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ત્યારે હવે તેમની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. નિલેશ કુંભાણીના પત્નીએ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પર આક્ષેપ કર્યા છે. નિલેશ કુંભાણીના પત્નીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, સુરતના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ ગેરમાર્ગે દોરી નિલેશ કુંભાણીનું નામ બદનામ કરી રહ્યાં છે

મળતી માહિતી અનુસાર થોડાક દિવસ અગાઉ ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જેને લઇને હવે તેમની પત્ની પ્રતિક્રિયા સામે આવી છે. નિલેશ કુંભાણીના પત્નીએ બીજેપી અને કોંગ્રેસનાના સ્થાનિક નેતાઓ પર આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે શું નિલેશ કુંભાણીએ કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે ? ભાજપ હથકંડા અપનાવી ફોર્મ રદ્દ કરાવી શકતુ હોય તો આરોપ પણ લગાવી જ શકે છે.

વધુમાં નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું છે કે સુરતના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ ગેરમાર્ગે દોરી નિલેશ કુંભાણીનું નામ બદનામ કરી રહ્યાં છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી વિરોધ કરી રહ્યાં છે. તો કાર્યકર્તાઓ વોટ માગવા નિલેશ કુંભાણી સાથે નહોતા આવી રહ્યા. નિલેશ કુંભાણી હાઈકોર્ટની કાર્યવાહી માટે અમદાવાદ ગયા છે અને તેઓ પરિવારના સંપર્કમાં જ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે.