December 22, 2024

સુરત મનપાના ડેપ્યૂટી મેયર બન્યા ‘વેતાળ’, કાદવ ઓળંગવા ઓફિસરના ખભે ચડ્યાં

સુરતઃ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મેયરે ‘વેતાળ’નું રૂપ ધારણ કર્યું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બે ફૂટ કાદવ ડેપ્યૂટી મેયર ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચડી ગયા હતા.

ભારે વરસાદને પગલે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં ચાર દિવસ પહેલાં એક યુવક ડૂબી ગયો હતો. ત્યારે ચાર દિવસ બાદ પાણી ઓસરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ BJPના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચતા ત્યાં કાદવ હતો. ફૂટપાથથી રોડ માત્ર બે ફૂટમાં સામાન્ય કાદવ હતો. ત્યારે BJPના ડેપ્યૂટી મેયર કાદવ પણ ઓળંગી શક્યા નહોતા અને બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય તેમ 10 ડગલાં ચાલવાની જગ્યાએ વેતાળની જેમ ફાયર ઓફિસરનાં ખભે ચડી ગયા હતા.