December 9, 2024

સુરતમાં મોબાઇલ સ્નેચરોનો આતંક વધ્યો, પોલીસે તપાસ હાથ ધરી

surat mobile snatchers increased police investigated

મોબાઇલ સ્નેચિંગના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ શહેરમાં મોબાઇલ સ્નેચરોનો આતંક પણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રોડની સાઈડમાં બેસેલા એક યુવકનો મોબાઇલ બે મોબાઇલ સ્નેચરો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરનારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતો રોહિત પ્રસાદ 25 માર્ચના રોજ સવારના સમયે કારગિલ ચોક પાસે કામ અર્થે ગયો હતો. તે ફૂટપાથ પર બેસીને માતા સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો. ત્યારે ડાર્ક બ્લૂ કલરની મોપેડ પર બે ઇસમો આવ્યા અને તેનો મોબાઇલ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. તેથી આ સમગ્ર મામલે રોહિત પ્રસાદે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા મોબાઇલ સ્નેચરો કેમેરામાં ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ APMCની જગ્યાએ ફાઇવ સ્ટાર હોટેલ! હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી અને મોબાઈલ સ્નેચરોની ઓળખ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સત્યમ સિંઘ અને આકાશ સહાની ધરપકડ કરી છે. આ ઉપરાંત આ બંને મોબાઇલ્સ નેચરો પાસેથી મોપેડ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ બંને ઈસમો મૂળ બિહારના વતની છે. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી છે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ફોન સ્નેચિંગ કર્યા છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.