December 21, 2024

ITR ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ, 31 જુલાઈ પહેલા પુરૂ કરો આ કામ

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે સાથે નવા નાણાકીય વર્ષની પણ શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે ટેક્સપેયર્સ પાસે ટેક્સ સાથે જોડાયેલા કામો પુરા કરવાનો સમય આવી ગયો છે. બધા જ કરદાતાઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે ITR એટલે કે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છે. નાણાકીય વર્ષ 2024-25ના ITR ફાઈલ કરવાનું શરૂ થઈ ગયું છે. ભારત સરકારના કર વિભાગે ઈન્કમ ટેક્સના ફોર્મ જાહેર કરી દીધા છે. જે લોકોના ઓડિટ નથી થયા એ લોકોની પણ ITR ફાઈલ કરતાની અંતિમ તારીખ 31 જુલાઈ,2024 છે. ITR ફાઈલ કરવી શા માટે જરૂરી છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ બધી જ વસ્તુ આજે તમને અહીં સરળ ભાષામાં મળી જશે.

આ પણ વાંચો: હવે થશે મુંબઈ અને હાર્દિક પંડ્યાની ખરી પરીક્ષા

31 જુલાઈ 2024 સુધી તમે જો રિટર્ન ફાઈલ કરી નાખે છે તો તમને કોઈ એડિશનલ ફી નહીં ચૂકવવું પડે. આ સાથે તમે સામાન્ય રીતે TDS પણ ક્લેમ કરી શકો છો. આવકની બધી જાણકારી સબમીટ કરી શકો છો. જો કોઈ જાણકારી છુટી જાય છે તો 31 ડિસેમ્બર 2024 સુધી તમારી પાસે આવકવેરા રિટર્નનું પુનરાવર્તન કરવાનો સમય રહેશે. ITR ફાઈલ કરવા માટે કેટલાક દસ્તાવેજની ખુબ જરૂર પડે છે. ITR ફાઈલ કરવા માટે આવકનો પ્રૂફ હોવો જરૂરી છે. તમારી પાસે ક્યાં -ક્યાંથી પૈસા આવે છે તેની પુરી ડિટેલ હોવી જોઈએ.

ક્રોસ ચેક કરવું જરૂરી
આ ઉપરાંત ક્યાં ક્યાં કપતા થયા છે. જેમ કે વીમા, મેડિકલ ઈનશ્યોરન્સ લીધુ હોય. આ ઉપરાંત મકાનની લોન, પેન્શન સ્કિમ, જમીનનું વેચાણ આ ઉપરાંત અન્ય સ્ત્રોતમાંથી આવક જેવી બધા પ્રકારની માહિતી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સબમીટ કરાવવી જરૂરી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના AIS એટલે કે એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ થાય છે. આમાં જે જાણકારી આપવામાં આવે છે તે માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ પાસે જશે. આથી તેનું ક્રોસ ચેક કરવું ખુબ જ જરૂરી છે. ઈનક્મ ટેક્સ વિભાગથી તમે કોઈ પણ માહિતી છુપાવી નથી શકતા. આથી કોઈ પણ પ્રકારની ભૂલ વિના તમારે ઈનકમ ટેક્સ ફાઈલ રિટર્ન કરવું જોઈએ.