June 16, 2024

Mexicoમાં રાજકીય કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, હ્રદયસ્પર્શી વીડિયો આવ્યો સામે

Mexico: મેક્સિકોમાં રાજકીય રેલી દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બાકી અન્ય લોકો ઘાયલ થયાં છે. આ તમામ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

ચાર લોકોનાં મોત
ગઈ કાલે સાંજના સમયે મેક્સિકોમાં ચૂંટમી પ્રચારનો સ્ટેજ પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમયે ભારે પવન ફૂંકાયો હતો. જે બાદ સ્ટેજ તૂટી પડતા અત્યાર સુધીની માહિતી પ્રમાણએ 4 લોકોના મોત થયા છે. બાકીના લોકો ઘાયલ થયા છે. આ વિશે પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મેનેઝે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે સાન પેડ્રો ગાર્ઝા ગાર્સિયા શહેરમાં આયોજિત કાર્યક્રમનું સ્ટેજ ભારે પવનના કારણે તૂટી પડ્યું હતું.

આ પણ વાંચો: Singapore Airlinesના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ, જુઓ મુસાફરોએ મૂકેલાં વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ
સ્ટેજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્ટેજ પડ્યું અને કેવી રીતે લોકો ભાગી રહ્યા છે. અત્યાર સુધીની જે માહિતી છે તે પ્રમાણે 4 મૃત અને 50 થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે.ન્યુવો લિયોન ગવર્નર સેમ્યુઅલ ગાર્સિયાએ અકસ્માતનો ઉલ્લેખ કરીને પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે આજુબાજુના વિસ્તારમાં ભારે વાવાઝોડાની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને ઘરની અંદર રહેવા માટે ચેતવણી પણ આપી હતી.

ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું
મંગળવારે સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ 5 મિનિટમાં 6 હજાર ફૂટ નીચે ઉતરી ગઈ હતી. અચાનક આવો આંચકો આવવાના કારણે પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જોકે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 24 જેટલા મુસાફરો ઘાયલ પણ થયા છે.