June 16, 2024

Singapore Airlinesના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ, જુઓ મુસાફરોએ મૂકેલાં વીડિયો

બેંગકોકઃ મંગળવારે સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ 5 મિનિટમાં 6 હજાર ફૂટ નીચે ઉતરી ગઈ હતી. અચાનક આવો આંચકો આવવાના કારણે પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જોકે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 24 જેટલા મુસાફરો ઘાયલ પણ થયા છે. આ બનાવ બનતાની સાથે સિંગાપોર એરલાઈન્સના વિમાને બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

વીડિયો આવ્યો સામે
અચાનક વિમાનમાં આવુ થતા મુસાફરો પણ ડરી ગયા હતા. ફ્લાઇટની અંદરની ડરામણી પરિસ્થિતિના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો અને ફોટો સામે આવ્યા છે, તે જોઈને સમજી શકાય કે વિમાનમાં આ અચાનક ફટકો લાગવાના કારણે મુસાફરોને કેવો ભય લાગ્યો હશે. જોકે ઘણા મુસાફરોએ સીટ બેલ્ટ પણ પહેર્યા ના હતા. એક મડિયા સાથે વાત કરતા મુસાફરે જણાવ્યું હતું કે ફલાઈટમાં મુસાફરોને જ્યારે ભોજન પીરસવામાં આવી રહ્યું તે સમયે આ બનાવ બન્યો હતો. પ્લેન અચાનક નમવા લાગ્યું હતું. નમવાની સાથે તે ધ્રૂજવા પણ લાગ્યું હતું. અમારી સાથે શું થઈ રહ્યું હતું તેની જાણ અમને ના હતી.

આ પણ વાંચો: નાઇજીરિયાના બે ગામમાં અંધાધૂંધ ગોળીબાર, 40 લોકોના મોત

ટેકઓફ થઈ હતી
તમને જણાવી દઈએ કે સિંગાપોર એરલાઈન્સની બોઈંગ 777-300ER ફ્લાઈટ સોમવારે બપોરે 2:45 કલાકે લંડનથી ટેકઓફ થઈ હતી. આ પ્લેન જ્યારે મ્યાનમાર પાસે આંદામાન સમુદ્રની ઉપરથી પ્રસાર થયું ત્યારે આ બનાવ બન્યો હતો. સિંગાપોર એરલાઈન્સે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.