December 23, 2024

શિકાગોમાં ગોળીબાર, આરોપીએ પોતાની જાતને પણ ગોળી મારી

અમેરિકાના શિકાગોમાં ત્રણ અલગ-અલગ મકાનોમાં ગોળીબાર થયો હતો. જેમાં આઠના લોકોના મોત થઈ ગયા છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે સોમવારે મીડિયાને જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આરોપીએ 8 લોકોની હત્યા કરી નાંખી હતી અને બાદમાં પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસે આ ઓરોપીની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે કરી છે.

આ પણ વાચો:  મધ્ય ગાઝામાં થયેલા હુમલામાં 10 સૈનિકો મોતને ભેટ્યા

ફેસબુક પોસ્ટમાં પોલીસે શું લખ્યું
“બંદૂકધારીએ જોલિએટ અને વિલ કાઉન્ટીમાં હુમલા કર્યા હતા. ત્યારબાદ ટેક્સાસમાં કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે શૂટઆઉટ દરમિયાન આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. હુમલાખોર 23 વર્ષનો રોમિયો નેન્સ છે. પોલીસે જણાવ્યું હતું કે આ સમયે હત્યાનો હેતુ અસ્પષ્ટ હતો, પરંતુ આગળ તપાસ કરતા ખબર પડી કે આરોપી પહેલેથી જ આ લોકોને ઓળખતો હતો. પોલીસે કેટલાક લોકોની હાલ તપાસ કરી રહ્યી છે. જે લોકોના મોત થયા છે તેમના ફોટાઓને શેર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાચો: ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત

પોલીસને શંકાસ્પદ વિશે કેવી રીતે ખબર પડી?
ટેક્સાસમાં મેડિના કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર માહિતી આપતા જણાવ્યું હતું કે એજન્સીને શિકાગોમાં આઠ લોકોની હત્યા કરવાના શંકાસ્પદ વ્યક્તિ વિશે ફોન કોલની જાણ થઈ હતી. એક ગેસ સ્ટેશન પર અનેક એજન્સીઓના નાન્સ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ અને શંકાસ્પદ વ્યક્તિએ પોતાને ગોળી મારી દીધી. સોમવારે સાંજે પીડિતોના ઘરની બહાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિલિયમ ઈવાન્સે કહ્યું હતું કે, હું 29 વર્ષથી પોલીસમેન છું અને આ કદાચ મારો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ રહ્યો છે.

મધ્ય ગાઝામાં 10 સૈનિકોના મોત
સોમવારે સૈનિકો મધ્ય ગાઝામાં બે મકાનોને તોડી પાડવા માટે વિસ્ફોટકો તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થતા બે ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. તે જ સમયે, હમાસના સૈનિકો દ્વારા આરપીજી સાથે ઇઝરાયેલી સેનાની ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 સૈનિકો માર્યા ગયા છે.