November 5, 2024

Mahakumbh 2025 ને લઈને સંતોની માંગ, વિધર્મીઓના પ્રવેશ પર લાગે પ્રતિબંધ: મૌની મહારાજ

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના અમેઠીના સાગર પીઠાધીશ્વરે મહાકુંભમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેઓ સમયે સમયે હિંદુઓ અને ધર્મને લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેમણે ફરી એકવાર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. સંતોના નિવેદનના સમર્થનમાં મૌની મહારાજે એક વીડિયો જાહેર કર્યો છે અને મહાકુંભ પહેલા બિન-સનાતનીઓને લગતી માંગણીઓ કરી છે. મૌની મહારાજે કહ્યું કે મહાકુંભમાં બિન-સનાતનીઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે.

ગૌરીગંજના બાબૂગંજ સાગર પીઠાધીશ્વર મૌની મહારાજ સમયાંતરે ધર્મને લઈને પોતાનો અવાજ ઉઠાવતા રહે છે. એવામાં તેમણે ફરી એક વખત એક વીડિયો જાહેર કર્યો છે અને મહાકુંભ 2025 પહેલા પ્રયાગરાજમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

બિન-સનાતનીઓના પ્રવેશ પર લગાવવામાં આવે પ્રતિબંધ
તેમણે કહ્યું કે મહાકુંભમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગવો જોઈએ. બિન-સનાતની લોકો જે રીતે ધર્મ પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરે છે અને હિન્દુ ધર્મ વિરુદ્ધ બોલે છે એવામાં બિન-સનાતનીઓનો પ્રવેશ સંપૂર્ણ પ્રતિબંધિત હોવો જોઈએ.

આવા લોકોને પ્રયાગરાજ આવવાની કોઈજ જરૂરિયાત નથી
હિંદુ પીઠાધીશ્વર મૌની મહારાજે કહ્યું કે મહાકુંભ 2025 યોજાવા જઈ રહ્યો છે. એવામાં, અમે બિન-સનાતનીઓના ન આવવાનું સમર્થન કરીએ છીએ. આ સાથે અમે અખાડા પરિષદના નિવેદનને પણ સમર્થન આપીએ છીએ. તેમણે કહ્યું કે જ્યારે બિન-સનાતનીઓ ભારતમાં માનતા નથી, ગંગામાં માનતા નથી, મારા દેવી-દેવતાઓમાં માનતા નથી, ધર્મમાં નથી માનતા અને મારા મઠો અને મંદિરોમાં રહીને અપશિષ્ટ પદાર્થોનો ઉપયોગ કરે છે, તો આવા લોકોની પ્રયાગરાજમાં આવવાની કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું કે જ્યારે મક્કા માત્ર મુસલમાનોનું છે, તો પ્રયાગરાજ માત્ર આપણાં સનાતનીઓનું છે અને અહી માત્ર સનાતનીઓને પ્રવેશની અનુમતિ મળવી જોઈએ. સનાતનીઓને જ દુકાન મળવી જોઈએ. સરકારે તેના માટે વ્યવસ્થા કરવી જોઈએ કે ત્યાંની દરેકે દરેક વ્યક્તિ સનાતની હોય. તે મા ગંગામાં શ્રદ્ધા રાખે અને સનાતન ધર્મમાં માને અને ગંગા મૈયામાં ડૂબકી લગાવે આ જ અમારી માંગ છે.