June 16, 2024

RCBના ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ, તમારી આંખો પણ ભીની થઈ જશે

RCB Video: મે મહિનામાં શરૂ થયેલી IPL 2024માં RCBની જીતનો સિલસિલો આખરે પુર્ણ થઈ ગયો છે. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે હવે ટીમ પ્લેઓફમાં નહીં જઈ શકે. પરંતુ અચાનક RCBએ એવી ધમાકેદાર વાપસી કરી કે સતત 6 મેચ જીતી. પરંતુ આ જીતનો સિલસિલો યથાવત ના રહ્યો. આ વખતની આઈપીએલની સિઝનમાં RCB હવે બહાર થઈ ગયું છે. RCBના ચાહકોમાં ભારે ઉદાસી જોવા મળી હતી. ચાહકોની સાથે ખેલાડીઓમાં પણ ખુબ નિરાશા જોવા મળી હતી. મેચમાં હાર બાદ આરસીબીના ડ્રેસિંગ રૂમમાં શું થયું આવો જોઈએ.

ટાઈટલ જીતવામાં સફળ રહી નથી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક એવી ટીમ છે જે શરૂઆતથી જ આઈપીએલમાં રમી રહી છે. પરંતુ એક વખત પણ આઈપીએલની સિઝનમાં ટાઈટલ જીતી શકી નથી. એટલે જ્યારે જ્યારે આઈપીએલની સિઝન શરૂ થવાની હોય છે ત્યારે ચાહકો આશા રાખે છે કે આ વખતે કે ચોક્કસ ટીમ ટાઈટલ જીતશે. પરંતુ આજ દિન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. આ વખતે લોકોને આશા હતી કે સતત બેંગ્લોરની ટીમ મેચ જીતી રહી છે. તો આ મેચમાં પણ જીત મેળવશે. પરંતુ ખેલાડીઓ અને ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું છે. આ મેચમાં હાર બાદ ખેલાડીઓનો વીડિયો સામે આવ્યો છે. જે જોઈને તમારી આંખમાં પણ આસું આવી જશે.

આ પણ વાંચો: હેડકોચના પદ માટે સિનિયર ખેલાડીએ રસ દાખવ્યો

RCB ડ્રેસિંગ રૂમનો વીડિયો
મેચમાં હારનો સામનો કર્યા બાદનો RCBના ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમામ ખેલાડીઓ નિરાશ જોવા મળી રહ્યા છે. મેચમાં હાર બાદ RCBના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા હતા. ત્યારે શું થયું તે કોઈને ખબર ના હતી. પરંતુ હવે તેનો વીડિયો સામે આવ્યો છે. ખેલાડીઓમાં દુ:ખ અને પીડામાં જોવા મળી રહ્યા છે. સાડા ત્રણ મિનિટનો આ વિડિયો બધું જ કહી દે છે. રાજસ્થાન ક્વોલિફાયર 2 માં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને સંજુ સેમસને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય આગળ જઈને ખરો સાબિત થયો છે.