December 22, 2024

પૂનમ પાંડે બની શકે છે સર્વાઈકલ કેન્સર અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર!

મુંબઈ: અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે સરકારના સર્વાઇકલ કેન્સર અભિયાનનો ચહેરો બની શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી પૂનમ પાંડે તેના મોતની ખબરને લઇને ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર, પૂનમ પાંડે અને તેની ટીમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે. પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સર અંગે સરકારના ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.

હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં, પૂનમ પાંડેની પીઆર ટીમે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અભિનેત્રીના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. બીમારીના કારણે અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે આ સમાચાર ખોટા છે અને પૂનમે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ સ્ટંટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડેએ શેર કર્યો હતો વીડિયો

3 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેએ એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તે જીવિત છે. તેણે કહ્યું- ‘હું આ કરવા માટે મજબૂર અનુભવું છું. હું તમારા બધા સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી રહી છું, હું અહીં છું, જીવંત છું. સર્વાઇકલ કેન્સરે મને મારી નથી, પરંતુ આ રોગનો સામનો કેવી રીતે કરવો તેની માહિતીના અભાવને કારણે તેણે હજારો મહિલાઓના જીવ લીધા છે.

પૂનમ પાંડેએ કહ્યું- ‘જાગૃતિ માટે મોતની ખબર ફેલાવી’

પૂનમે આગળ કહ્યું- ‘અન્ય કેન્સર કરતા સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે. મહત્વની વાત એ છે કે આ માટે એચપીવી રસી અને જલદી માહિતી મેળવવા માટે ઘણા ટેસ્ટ છે. આપણી પાસે બીમારી હોવા કે ન હોવાના નક્કી કરવાના સાધનો છે કે આ રોગથી કોઈનું મૃત્યુ ન થાય. પૂનમે કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે જ તેના મોતની ખબર ફેલાવી હતી.