January 2, 2025

નવા વર્ષની મોજમસ્તી પહેલા બૂટલેગરોનો ખેલ ખતમ, લાખોનો મુદ્દામાલ જપ્ત

31 December 2024: વડોદરા અને સુરેન્દ્રનગરના પોલીસ વિભાગે નવું વર્ષ નજીક આવતાં દારૂના ગેરકાયદેસર જથ્થાને પકડી પાડવા માટે મોટી કામગીરી હાથ ધરી છે.વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પોલીસે નવાયાર્ડના શ્રી નગરમાં રહેતા લિસ્ટેડ બૂટલેગર અજય પાટિલના ઘરે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ત્રણ માળના મકાનના પહેલા માળે બાથરૂમના દરવાજાની પાછળની દિવાલમાં બનાવેલા બાકોરામાંથી 110 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસે દારૂ સાથે અજય સંજયભાઈ પાટિલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: નીતિશ રેડ્ડીના પિતાએ સુનીલ ગાવસ્કરના પગને કર્યો સ્પર્શ, વીડિયો થયો વાયરલ

3.50 લાખ રૂ31 December 2024: વડોદરા અને સુરેન્દ્રનગરના પોલીસ વિભાગે નવું વર્ષ નજીક આવતાં દારૂના ગેરકાયદેશર જથ્થાને પકડી પાડવા માટે મોટી કામગીરી હાથ ધરીપિયાનું મુદ્દામાલ જપ્ત
આવો જ બીજો બનાવ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ખાટડી ગામમાં સામે આવ્યો છે. સીમમાંથી SMC ટીમે 400 લિટર દેશી દારૂ ઝડપી પાડયો છે. આ રેડ દરમિયાન નરેશ વલકુભાઈ અને પસો કમાભાઈ માલકીયા નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં SMCએ દેશી દારૂ, 2 બાઈક અને મોબાઈલ સહિત 3.50 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે બંને સ્થળે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નવા વર્ષની ઉજવણીમાં ગેરકાયદેસર દારૂ વપરાય નહીં તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની તીવ્ર કામગીરી ચાલુ રહેશે.