December 22, 2024

જૂનાગઢમાં PM મોદીની ગર્જના, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હોત

PM Modi in Junagadh: ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. પીએમ મોદીએ આજે સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભાઓને સંબોધ્યા બાદ પીએમ જૂનાગઢમાં આજની ત્રીજી સભા સંબોધી હતી. જૂનાગઢની આ વિજય વિશ્વાસ સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા, રાજેશ ચુડાસમા, ભરત સુતરિયા, અરવિંદ લાડાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નારણ કાછડીયા, રમેશ ધડુક, દિલીપ સંઘાણી, ઉદય કાનગડ જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિર રહ્યાં હતા.

આ પહેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર પ્રહાર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દરેક વસ્તુમાં કોંગ્રેસ ગોટાળા કર્યા છે. એવી વિકટ સ્થિતિમાં તમે લોકોએ મને આગળ મોકલ્યો હતો. હવે 10 વર્ષમાં તમે એક પણ ગોટાળાના સમાચાર તમે સાંભળ્યા છે ? તમારા બેટાના રિપોર્ટ કાર્ડ જોઈને તમને ગર્વ થાય છે કે નહીં, સાથીઓ 10 વર્ષ પહેલા ગરીબ લોકોને સરકાર પર ભરોસો તૂટી ગયો હતો. ગરીબને લાગી રહ્યું હતું કે તેના માટે આ સરકાર છે જ નહીં. આજે આખો દેશ તમારા દિકરા પર પ્રેમ વરસાવી રહ્યો છે.

જૂનાગઢમાં જય ગિરનારીના નાદ સાથે પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ જૂનાગઢની સભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતની જનતા-જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઇ રહ્યો છું. તમારો આ પ્રેમ આશિર્વાદ મારા માટે ખૂબજ મોટી મૂડી છે અને મને ગર્વ થાય જે જમીન પર બેસીને આપ સૌના ચરણોમાં શિક્ષા-દિક્ષા લીધી તે આજે દુનિયાની કસોટીએ પર ઉતરી રહી છે. મારું સૌભાગ્ય છે કે, ગિરનારની ધરતી પર આવું એટલે આટલા બધા સંતોના દર્શન થાય. સૌ સંતોને મારા ખૂબ ખૂબ પ્રણામ.

જૂનાગઢ જનસભામાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

  • કોંગ્રેસ ભગવાન રામને હરાવવા માંગે છે: PM
  • ”કોંગ્રેસ કશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ કરશે”
  • ત્રિપલ તલાક મેં હટાવ્યું: PM મોદી
  • ”ગુજરાત માટે કોંગ્રેસના મનમાં નફરત છે”
  • કોંગ્રેસ કચ્છના રણનો સોદ્દો કરી દેશે: PM મોદી
  • ‘કોંગ્રેસનું ચાલે તો હિમાલયનો સોદ્દો કરી દે’
  • ‘કોંગ્રેસને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી’
  • મોદી સામે મુકાબલો નહીં કરી શકો: PM મોદી
  • કોંગ્રેસ અસ્તિત્વ બચાવવા તુષ્ટિકરણ ઉતરી: PM
  • કોંગ્રેસનો મેનિફેસ્ટો મુસ્લિમ લીગ જેવો: PM
  • કર્ણાટકમાં મુસ્લિમોને OBCમાં સામેલ કરાયા: PM
  • ”ST,SC, OBC અનામતને કોઈ હાથ નહીં લગાડી શકે”
  • ધર્મના નામે અનામત નહીં થવા દઉં: PM મોદી
  • મારો પડકાર છતાં કોંગ્રેસ ચૂપ છે: PM મોદી
  • ”મારા 3 પડકારની કોંગ્રેસ લેખિત ગેરંટી આપે”
  • કોંગ્રેસ સંવિધાન બદલવા માગે છે: PM મોદી
  • કોંગ્રેસ CAA હટાવવા માગે છે: PM

પીએમ મોદીએ કહ્યું કે, મહેનત મારા નસીબમાં લખેલી છે. મહેનત મારા સંસ્કારનો વારસો છે. મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. સપનુ છે વિકસિત ભારતનું 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખુ એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત ભારત બન્યું છે અને ભારત વિકસિત ત્યારે બને કે 5 વર્ષ મારૂ ગુજરાત પહેલાં વિસકિત બને અને આ સંકલ્પને પુરો કરવા માટે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નઓથી દેશની માટે મહત્ત્વપૂર્ણ તો છે પણ, ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્ત્વપૂર્ણ છે અને મારા માટે વ્યકિતગતરૂપથી આ ચૂંટણી મહત્વકાંક્ષા માટે નથી. એ મહત્વકાંક્ષા તો 2014માં દેશની જનતાએ પૂર્ણ કરી દીધી છે. 2024ની ચૂંટણી મોદીની મહત્વકાંક્ષા માટે નહીં મોદીના મિશન માટે છે. મારું મિશન છે દેશના ઉજ્જવળ ભવિષ્યનું, મારું મિશન છે દેશને આગળ લઈ જવાનો છે, પણ કોંગ્રેસનો એજન્ડા શું છે?

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે કાશ્મીરમાં જે આર્ટિકલ 370 ખતમ કરી છે, તે ફીરથી લાગુ કરશે. પીએમ મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસના શાહી પરિવારને ખુલ્લી ચેતવણી આપું છુ, જો તેનો એજન્ડા છે તો હિંમત સાથે દેશ સામે આવીને કહે કે, તેઓ 370 ફરી લાગુ કરશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો બીજો એજન્ડા સીએએ છે. જે લોકો પડોશી દેશોમાં જે હિંદુ છે જે ભારતમાતા ના સંતાન છે તે લોકોને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે. તેમના માટે એક સહારો છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસને ચેલેન્જ આપુ છું કે, હવે દેશમાંથી ફરી સીએએ કે 370 નહી લાવી શકો. કોંગ્રેસ સંવિધાન બદલીને આખા દેશમાં દલિત, આદિવાસી અને OBCનું અનામત ઘટાડીને વહેંચવાનો સંકલ્પ લઈને બેઠી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, મેં ત્રણ તલાક પર કાનૂનીરૂપે પ્રતિબંધ લગાવી દીધો છે, દેશની મુસ્લિમ દિકરીઓને સન્માન સાથે જીવવાનો હક મળે. કોઈ ત્રણવાર તલાક બોલીને દીકરીની જિંદગી બગડી જાય એટલે મેં ત્રણ તલાક પર કાનૂનીરૂપે પ્રતિબંધ લગાવી દીધો.

સભામાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસની વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. એક કોંગ્રેસીઓ છે જેણે દેશમાં સત્તા માટે વિભાજન કર્યું હતું. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હું તો વિચારીને ક્યારેક કાંપી ઉઠું છું કે, સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હોત. આ મારા ગીરના સિંહ દુનિયાની સામે ગર્જના કરે છે તે આપણી પાસે ન હોત. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી. વધુમાં પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પાસે ન તો મુદ્દા છે કે ન કોઈ વિઝન. કોંગ્રેસ પાસે કોઈ કામ કરવાનો જુસ્સો પણ નથી. તેમનું કામ માત્ર મોદીને ગાળો આપવાનું છે. કોંગ્રેસના રાજકુમારો તો પ્રેમની દુકાન લઈને નીકળ્યા હતા, પરંતુ પ્રેમની દુકાનમાં ફેક વીડિયોનો ધંધો ખોલ્યો છે. તેમની પ્રેમની દુકાન હવે ફેક ફેક્ટરી બની ગઈ છે. વિચાર કરો, જે પાર્ટીએ 60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું, તે આજે જનતાની સામે સાચું નથી બોલતી.