December 23, 2024

આ પહેલી ચૂંટણી છે જ્યારે રામવિલાસ પાસવાન અમારી સાથે નથી: PM મોદી

બિહાર: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મિશન બિહારની શરૂઆત કરી દીધી છે. બિહારમાં એનડીએના ઉમેદવાર માટે વડાપ્રધાનની ચૂંટણીની આ રેલીપ્રથમ છે. તમને જણાવી દઈએ કે PMએ 2019માં પણ અહીંથી તેમની પ્રથમ જાહેર સભા કરી હતી. ફરી એક વાર આજે જમુઈથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે.

બિહારમાં લોકસભા ચૂંટણી
બિહારમાં લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષે તૈયારીઓ કરી દીધી છે. આ વખતે એનડીએને આશા છે કે તે બિહારમાં 40માંથી 40 સીટો જીતશે. આ સમયે મોદીએ કહ્યું કે આ ચૂંટણી સભા વિજય સભા છે. આખું બિહારની એવી આશા છે કે ફરી એક વાર મોદી સરકાર આવે. આ વચ્ચે તેમણે રામવિલાસ પાસવાનને પણ યાદ કર્યા હતા. કહ્યું કે આ એવી પહેલી ચૂંટણી છે કે જેમાં બિહારના પુત્ર અને દલિતોના વહાલા રામવિલાસ પાસવાન આપણી વચ્ચે નથી. આ સાથે તેમણે ચિરાગ પાસવાનને લઈને કહ્યું કે મને સંતોષ છે કે મારા નાના ભાઈ ચિરાગ પાસવાન રામવિલાસના વિચારોને પૂરી ગંભીરતા સાથે આગળ લઈ રહ્યા છે.

લાખોની સંખ્યામાં લોકો હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર આવ્યા છે. આ સભામાં લાખોની સંખ્યામાં લોકો હાજર છે. તમામ કદાવર નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહ સહિત ઘણા નેતાઓ હાજર છે. પોસ્ટરમાં પશુપતિ પારસ અને ચિરાગ પાસવાન સાથે જોવા મળી રહ્યા છે. પીએમ મોદીના મંચ પર બિહારના તમામ વરિષ્ઠ નેતાઓની હાજરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદાર સમાજના યુવાનો

ખૂબ જ ઝડપથી વિકાસ
પ્રધાનમંત્રીએ આ સમયે કહ્યું કે હવેથી બિહાર ખૂબ જ ઝડપથી વિકાસ કરશે. કોંગ્રેસ શાસન દરમિયાન ભારતને નબળું અને ગરીબ રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે બિહારમાં વિકાસ થશે. મોદીએ ભારતના વખાણ કરતા કહ્યું કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. જ્યારે ભારત જી-20 બેઠક યોજે છે, ત્યારે આખી દુનિયા તેની ચર્ચા કરે છે. મોદી પોતાના આ સંબોધનમાં દેશની અર્થવ્યવસ્થાને લઈને વખાણ કરી રહ્યા છે.