December 22, 2024

IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. અહિં તમે ઉચ્ચ સ્કોરવાળી મેચ જોવા મળી શકે છે.

બોલરોનો દબદબો
આઈપીએલમાં આજે એક મોટી મેચ રમાવાની છે. આ વખતે શિખર ધવનની કપ્તાનીમાં પંજાબની ટીમ અને સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાનની ટીમનો મુકાબલો થવાનો છે. આ મેચનું આયોજન મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ એક એવું મેદાન છે જેમાં આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે મેચ રમાઈ હતી. આજની મેચમાં જોવાનું રહ્યું કે બેટ્સમેન પોતાનું જાદૂ બતાવશે કે બોલરોનો દબદબો રહેશે.

હાઈ સ્કોરિંગ થઈ શકે
આ પહેલા મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટની સાથે 174 રન બનાવ્યા હતા. જેમાં પંજાબની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 177 રન બનાવીને જીત મેળવી હતી. ત્યારે આજની મેચમાં મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા માટે તૈયાર છે. અત્યારે સ્ટેડિયમ નવું છે. પરંતુ જો તે સમયનું ધ્યાન રાખવામાં આવે તો, તેમને રન બનાવતા રોકવા ખૂબ મુશ્કેલ બની જશે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ
જો આજની મેચની ટીમના પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો હાલ રાજસ્થાનની ટીમે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. ટીમ હાલમાં મહત્તમ 8 પોઈન્ટ સાથે ટોચના સ્થાન પર છે. પંજાબની હાલાત ખરાબ જોવા મળી રહી છે. ટીમે 5માંથી 2 મેચમાં જ જીત મેળવી છે. હવે જોવાનું રહ્યું કે આજની મેચમાં કોને જીત મળે છે અને કોને હાર મળે છે. જોકે બંને ટીમમાં માટે આ મેચ મહત્વની ચોક્કસ છે.