September 18, 2024

સંસદ સુરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસ દાખલ કરી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ, આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ ચલાવાશે કેસ

Parliament Security Breach Case:  સંસદ સુરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સોમવારે કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે હવે આરોપીઓને 2 ઓગસ્ટના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સુનાવણી કરવામાં આવશે. આ મામલે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પણ તમામ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. હવે પોલીસે પટિયાલા હાઇકોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે.

1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરાઇ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 7 જૂને આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 6 આરોપીઓ મનોરંજન ડી, લલિત ઝા, અમોલ શિંદે, મહેશ કુમાવત, સાગર શર્મા અને નીલમ આઝાદ વિરુદ્ધ લગભગ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

આરોપીઓ વિરુદ્ધ ચાલશે UAPA હેઠળ કેસ
આ મામલે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ 6 આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA)હેઠળ કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ લોકો સામે 13 ડિસેમ્બર 2023ના રોજ ગૃહની કાર્યવાહી દરમિયાન સંસદમાં કથિત રીતે સ્મોક એટેક કરીને હુમલો કરવાનો આરોપ છે.