January 29, 2025

પુણેમાં GBS સિન્ડ્રોમથી 1 વ્યક્તિનું મોત, ગંભીર બીમારીથી લોકોમાં ભયનો માહોલ

Pune: મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમને કારણે એક દર્દીના મૃત્યુનો મામલો સામે આવ્યો છે. જીબીએસને કારણે પહેલું મૃત્યુ સોલાપુર જિલ્લામાં થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થોડા દિવસો પહેલા સોલાપુર જિલ્લામાંથી પુણે આવ્યા હતા. આ સમય દરમિયાન તેમની તબિયત બગડવા લાગી. તેમને સોલાપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમના 101 કેસ પોઝિટીવ છે. 16 દર્દીઓની હાલત ગંભીર છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આમાંથી 81 દર્દીઓ પુણેના, 14 પિંપરી ચિંચવડના અને ૬ અન્ય વિસ્તારોના છે.

ગુઇલેન-બેરે સિન્ડ્રોમને કારણે એક વ્યક્તિના મૃત્યુથી પુણે અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ ચિંતામાં મુકાઈ ગયો છે. અત્યાર સુધી આ બીમારીથી કોઈનું મોત થયું નથી, પરંતુ સોલાપુર જિલ્લાના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મૃત્યુ બાદ લોકોમાં આ બીમારીને લઈને ગભરાટનો માહોલ છે.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી માટે AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો, દિલ્હીવાસીઓને આપ્યું 15 ગેરંટીઓનું વચન

કયા લોકોને વધુ જોખમ 
વૃદ્ધો, બાળકો અને શારીરિક રીતે નબળા લોકોમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમનું જોખમ વધુ હોય છે. આ ઉપરાંત આ રોગ ઉચ્ચ જોખમ ધરાવતા રોગો ધરાવતા દર્દીઓ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં GBS સંબંધિત મૃત્યુનું જોખમ વધારે હોય છે.